Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Avengers Endgame : વિશ્વભરમાં રાહ જોવાતી ફિલ્મ થઇ લીક

Avengers Endgame : વિશ્વભરમાં રાહ જોવાતી ફિલ્મ થઇ લીક

25 April, 2019 02:22 PM IST |

Avengers Endgame : વિશ્વભરમાં રાહ જોવાતી ફિલ્મ થઇ લીક

Avengers Endgame

Avengers Endgame


માર્વલની મોસ્ટ અવેઇટેડ હોલીવુડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમ ભારતમાં રિલીઝ થતા પહેલા જ ઓનલાઇન લીક થવાની ઘટના સામે આવી છે. ફિલ્મને લઇને દેશ દુનિયામાં ભારે દબદબો બનેલો છે. ભારતમાં ફિલ્મ 26 એપ્રિલના રિલીઝ થવાની છે પણ એક તરફ જ્યાં ચાહકો એડવાન્સ્ડ બુકિંગ કરી રહ્યા હતા તો બીજી તરફ ફિલ્મ ઑનલાઇન જ લીક થઇ જવાની વાત બહાર આવી છે. આ આખી ફિલ્મ લીક થયા પહેલા એક શોર્ટ વીડિયો પણ લીક કરવામાં આવ્યો હતો. ફિલ્મ લીક કરનાર વેબસાઇટ તમિલ રોકર્સ નામે ચાલે છે. આ વેબસાઇટ પર પહેલા શોર્ટ વીડિયો અને પછી આખી ફિલ્મ પાઇરેસીની શિકાર થઈ.

ફિલ્મ પહેલા એક શોર્ટ વીડિયો પણ થયો હતો લીક



ફિલ્મ ઓનલાઇન લીક થયા પહેલા તેનો એક શોર્ટ વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો હતો. જેની ઘણી નિંદા થઇ હતી. માર્વલની આ સુપરહીરો સાગામાં માર્વલના બધાં જ સુપરહીરોઝને એક સાથે લાવવામાં આવશે. ફિલ્મ એવેન્જર્સ ઇનફિનિટી વૉરની આગળની સ્ટોરી કન્ટિન્યુ કરશે. ફિલ્મના પહેલા ભાગમાં અડધાથી વધારે સુપરહીરોઝની મૃત્યુ થઇ ગઇ હતી. હવે તેના આગલા ભાગમાં આગળની સ્ટોરી બતાવવામાં આવશે.


એડવાન્સ બુકિંગના તોડ્યા રેકોર્ડ્સ

માર્વલની ફ્રેન્ચાઇઝી એવેન્જર્સ : એન્ડગેમને લઇને જબરજસ્ત ક્રેઝ છે. એ વાતનો તાગ મેળવી શકાય છે કે વિશ્વભરમાં ટિકિટ્સની બુકિંગ સાથે એડવાન્સ સેલના બધાં જ રેકોર્ડ્સ તોડી દીધા છે. પણ બદલાતા સમયમાં કોઇપણ ફિલ્મનું રિવ્યૂ ઘણું મહત્વનું હોય છે, આ પહેલા દિવસની બંપર કમાણી પછી પણ આગામી દિવસોમાં પાસો પલટી શકે છે.


આ પણ વાંચો : Avengers Endgame માટે 24 કલાક ભારતમાં ખુલ્લા રહેશે થિએટર્સ

ક્રિટિક્સે વખાણી ફિલ્મ

સોમવારે લૉસ એન્જલિસમાં ફિલ્મનું એક પ્રીમિયર રાખવામાં આવ્યું. ઇન્ટરનેશનલ મીડિયાએ ફિલ્મનો જે રિવ્યૂ આપ્યો છે તે હવે બધાની સામે છે. Rotten Tomatoesએ ફિલ્મની પ્રશંસા કરી છે. એટલું જ નહીં ફિલ્મને 96 ટકા સ્કોર આપ્યો છે. જણાવીએ કે Rotten Tomatoes રિવ્યૂ કરનારી સૌથી વિશ્વસનીય વેબસાઇટ માનવામાં આવે છે. આ વેબસાઇટ સાથે જોડાયેલા 

Whatsapp-channel Whatsapp-channel

25 April, 2019 02:22 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK