ફ્રોઝન 2ના હિન્દી વર્ઝન માટે પ્રિયંકા ચોપડા અને પરિણીતી કરશે ડબિંગ

19 October, 2019 11:39 AM IST  |  મુંબઈ

ફ્રોઝન 2ના હિન્દી વર્ઝન માટે પ્રિયંકા ચોપડા અને પરિણીતી કરશે ડબિંગ

પ્રિયંકા ચોપડા અને પરિણીતી ચોપડા

હૉલીવુડની ઍનિમેટેડ મૂવી ‘ફ્રોઝન 2’ના હિન્દી વર્ઝનમાં પ્રિયંકા ચોપડા જોનસ અને પરિણીતી ચોપડા ડબિંગ કરવાના છે. ડિઝની ઇન્ડિયાએ એલ્સાના કૅરૅક્ટર માટે પ્રિયંકા અને ઍનાના પાત્ર માટે પરિણીતીની પસંદગી કરી છે. આ ફિલ્મ ભારતમાં બાવીસમી નવેમ્બરે અંગ્રેજી, હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના કૅરૅક્ટર વિશે પ્રિયંકાએ કહ્યું હતું કે ‘એલ્સા એક કાલ્પનિક પાત્ર છે જે દૃઢતાથી પોતાના વિચારો વ્યક્ત કરે છે. સૌથી સફળ એવી ઍનિમેટેડ આ ફિલ્મને આપણા દર્શકો સુધી લાવવાની મને આ એક સારી તક મળી છે. પરિણીતી પણ ઍનાના પાત્રને અવાજ આપવાની છે એ જાણતાં જ મારી ખુશીની કોઈ સીમા નથી રહી. આ અગાઉ અમે બન્નેએ ક્યારેય સાથે કામ નથી કર્યું. મને લાગે છે કે સાથે કામ કરવા માટે આ ફિલ્મ એકદમ પર્ફેક્ટ છે. આ અનુભવ મને હંમેશાં યાદ રહેશે.’

ઍનાના કૅરૅક્ટર માટે પોતાની પસંદગી થતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘ડિઝની પ્રિન્સેસનું સપનું જોવા માટે તમારે ઍક્ટ્રેસ બનવાની જરૂર નથી. મને તેની પહેલી ફિલ્મ ખૂબ ગમી હતી. એ મારી ફેવરિટ ઍનિમેશન ફિલ્મ છે. જોકે મેં કદી પણ એમ નહોતું વિચાર્યું કે હું ઍનાના પાત્રને અવાજ આપીશ. જોકે સોનામાં સુગંધ ત્યારે ભળી ગઈ જ્યારે મને મારી રિયલ લાઇફ બહેન સાથે આ ફિલ્મ માટે કામ કરવાની તક મળી છે.

આ પણ વાંચો : આવા અંદાજમાં થશે દયાની ગ્રાંડ એન્ટ્રી...સેટ પરથી તસવીરો આવી સામે

ડબિંગ કરતી વખતે અમે એ જાણીને ખૂબ હસવાનાં છીએ કે અમે આ કૅરૅક્ટર્સ જેવાં જ રિયલ લાઇફમાં પણ છીએ. મીમીદીદી અદ્દ એલ્સા જેવી છે. હું પણ ઍના જેવી જ છું. એથી જ આ ફિલ્મ મારા માટે હંમેશાં સ્પેશ્યલ બની જશે. લોકોના રિસ્પૉન્સ જાણવા માટે હું ખૂબ આતુર છું.’

hollywood news priyanka chopra parineeti chopra frozen walt disney entertaintment