સંજય ગોરડિયાનું બ્રિટિશ સંસદમાં થશે સન્માન

28 August, 2019 05:12 PM IST  |  મુંબઈ

સંજય ગોરડિયાનું બ્રિટિશ સંસદમાં થશે સન્માન

સંજય ગોરડિયાનું બ્રિટિશ સંસદમાં થશે સન્માન

મિડ-ડેના કોલમિસ્ટ અને જાણીતા થીએટર આર્ટિસ્ટ સંજય ગોરડિયાનું ગુજરાતી સમાજમાં તેમણે આપેલા પ્રદાન બદલ સન્માન કરવામાં આવશે. આ સન્માન તેમને વિદેશની ધરતી પર એટલે કે બ્રિટનમાં મળવા જઈ રહ્યું છે. લંડનના હેરો ઈસ્ટ વિસ્તારના સાંસદ બોબ બ્લેકમેને આ સમારોહનું આયોજન કર્યું છે. લંડનમાં આ સમારોહ 10 સપ્ટેમ્બરે યોજાવાનો છે. આ સન્માન ગુજરાતી સમાજ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક ગૌરવની બાબત છે.

Gujaratimidday.com સાથે વાતચીત કરતા સંજય ગોરડિયાએ કહ્યું કે, વિદેશની ધરતી પર અને ખાસ કરીને લંડનની સંસદમાં આ અવૉર્ડ મળવો એ મારા માટે મોટી વાત છે. પરંતુ મારો સૌથી મોટો અવૉર્ડ મારા પ્રેક્ષકો છે. હું જ્યારે કોઈ એરપોર્ટ કે સ્ટેશન પર હોઉં ત્યારે લોકો મને ઓળખી જાય છે અને વખાણ પણ કરે છે. બસ આ જ મારો સૌથી મોટો અવૉર્ડ છે. વધુમાં તેઓ કહે છે કે, જાણીતા અને ગમતા હોવામાં ઘણો ફેર છે. અને મને આનંદ છે કે લોકો મને પસંદ કરે છે અને મને અવૉર્ડ મળી રહ્યો છે તેની પણ ખુશી છે.

આ પણ જુઓઃ એ સંભાળજો...'ચીલઝડપ' કરવા આવી રહ્યો છે 'અતરંગી' રસિક, કાંઈક આવા છે તેના અંદાજ

સંજય ગોરડિયા ગુજરાતી રંગભૂમિનું ખૂબ જ જાણીતું નામ છે. તેમણે હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓ સંજય ગોરડિયા પ્રોડક્શ હાઉસ પણ ચલાવે છે. તેઓ ખલનાયક, કચ્ચે ધાગે, રામ લખન, ઈશ્ક જેવી ફિલ્મો કરી ચુક્યા છે. સાથે તેમના નાટક મારી વાઈફ મેરી કોમ, કહું છું સાંભળો છો, પરણેલા છો તો હિંમત રાખજો, બૈરાનાં બાહુબલી પણ ખૂબ જ ફેમસ છે. વર્ષોથી તેઓ રંગભૂમિ સાથે જોડાયેલા છે ત્યારે તેમનું બ્રિટિશ સંસદમાં સન્માન થવું એ ગુજરાતી રંગભૂમિ માટે પણ ગૌરવની વાત છે.

Sanjay Goradia dhollywood news gujarati film