આતુરતાનો આવશે અંતઃ આજે રજૂ થશે 47 ધનસુખ ભવનનું ટ્રેલર

23 June, 2019 08:12 AM IST  |  મુંબઈ

આતુરતાનો આવશે અંતઃ આજે રજૂ થશે 47 ધનસુખ ભવનનું ટ્રેલર

રવિવારે રજૂ થશે 47 ધનસુખ ભવનનું ટ્રેલર

ગુજરાતી સિનેમાની પહેલી વન શોટ ફિલ્મ 47 ધનસુખ ભવનનું ટ્રેલર રવિવારે 23 જૂન એટલે કે રવિવારે રિલીઝ થવા જઈ રહ્યું છે. આમ તો આ ટ્રેલરને 24 જૂન એટલે કે સોમવારે રિલીઝ કરવાની યોજના હતી પરંતુ ફિલ્મનું ટીઝર જોઈને લોકોએ જે પ્રતિભાવો આપ્યા તે અદ્ભૂત છે. ફિલ્મને લઈને લોકોમાં ઉત્સુકતા જાગી છે. સોશિયલ મીડિયા પર લોકોના પ્રતિભાવોને જોતા મેકર્સે ફિલ્મનું ટ્રેલર એક દિવસ વહેલું રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

આવું છે ફિલ્મનું ટીઝર
47 ધનસુખ ભવનનું ટીઝર રિલીઝ 17 જૂને રિલીઝ થયું હતું. આ ટીઝર જો તમે એકલા જોતો હોવ તો તમને ડરાવી દેશે. ફિલ્મના ટીઝરમાં 47, ધનસુખ ભવન નામનું બિલ્ડિંગ બતાવવામાં આવ્યું છે. ટીઝર પરથી સ્ટોરીનો માત્ર એટલો અંદાજ લગાવી શકાય કે આ ફિલ્મ એક સુપરનેચરલ ફિલ્મ હોઈ શકે છે. ટીઝરમાં ત્રણ યુવાનો દર્શાવાયા છે, જે ધનસુખ ભવનમાં રહેવા જાય છે. અને તેમાંથી એક યુવાનને કંઈક અજીબોગરીબ દેખાય છે, જે પછી તે સતત ડર્યા કરે છે.

આ ફિલ્મની સ્ટોરી નૈતિક રાવલે લખી છે અને ફિલ્મને ડિરેક્ટ પણ તેમણે જ કરી છે. તો ફિલ્મમાં લીડ રોલમાં ગૌરવ પાસવાલા, રિશી વ્યાસ અને શ્યામ નાયર દેખાઈ રહ્યા છે. ફિલ્મના ટીઝરમાં કોઈ પણ ડાઈલોગ નથી. માત્ર ટીઝરના અંતમાં એટલું જ સંભળાય છે કે કે ઉપર કોઈ છે. ગ્રે શેડમાં રિલીઝ થયેલું ફિલ્મનું ટીઝર ચોક્કસ એકવાર તો રુંવાડા ઉભા કરી જ દેશે.

આ પણ વાંચોઃ 47 ધનસુખ ભવનઃ એકલામાં જોશો તો જરૂર ડરી જશો

ફિલ્મ અનોખી રીતે થઈ છે શૂટ
47 ધનસુખ ભવન પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ છે. એટલે કે તે એક જ સિંગલ કેમેરાથી સિંગ ટેકમાં શૂટ કરવામાં આવી છે. ગુજરાતમાં નૈતિક રાવલ પહેલી વાર આ કોન્સેપ્ટ લાવ્યા છે. ફિલ્મમાં શરૂઆતથી લઈને અંત સુધી તમને કટ નહીં જોવા મળે.

dhollywood news