હલકી ફુલકી કોમેડી અને દરેકના જીવનને સ્પર્શતી વિષય વાર્તા સાથેની ફિલ્મ...

14 September, 2022 07:23 PM IST  |  Mumbai | Partnered Content

વીર ઈશાનું સીમંતને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

વીર-ઈશા નું સીમંત

૯ સપ્ટેમ્બરના શુક્રવારે રિલીઝ થનારી પારિવારિક કોમેડી ફિલ્મ ‘વીર ઈશા નું સીમંત’ નું પ્રેમિયેર ગુરુવારે અમદાવાદમાં રાખવામાં આવ્યું હતું. ફિલ્મ લોકોની આગળ રજુ થતાં જ પોતાના વિષયના લીધે ચર્ચાનો વિષય બની ગઈ છે. મલ્હાર ઠાકર અને પૂજા જોશી અભિનીત, નીરજ જોષી દિગ્દર્શિત અને ધ્રુવિન દક્ષેશ શાહ નિર્મિત આ ફિલ્મને ફિલ્મ ક્રિટિક અને સામાન્ય પ્રેક્ષકો નો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, પારિવારિક હલકી ફૂલકી કોમેડી અને દરેકની જિંદગીને વણી લે તેવો વિષય તેનું મુખ્ય કારણ હોવાનું દેખાઈ રહ્યું છે.

મલ્હાર ઠાકર અને નીરજ જોષી ની અભિનેતા- દિગ્દર્શક ની જોડી એ ભૂતકાળ માં પણ “શરતો લાગુ” અને “કેશ ઓન ડીલીવરી” જેવી ઘણી લોક વખણાયેલ ફિલ્મો આપી છે અને આ ફિલ્મમાં પણ આ જોડી નો જાદુ ફરી એક વાર ચાલ્યો હોય એ દેખાઈ આવે છે. આટલું ઓછુ હોય તેમાં લોકો ના દિલ માં ઘર કરી ગયેલી મલ્હાર અને પૂજા ની રોમેન્ટિક જોડીને મોટા પડદા પર જોવાની દર્શકો ની અનેરી ઉત્સુકતા સાફ દેખાઈ આવે છે. એ ઉપરાંત અનુરાગ પ્રપન્ન, ફિરોઝ ભગત, સોનાલી લેલે અને છાયા વોરા જેવા દિગ્ગજ કલાકારોના અભિનયે ફિલ્મ ને વધુ મજબુત બનાવવાંમાં સાથ આપ્યો છે.

ફિલ્મ ક્રિટિકનું માનીએ તો મલ્હાર ફરી પોતાનાં ફેનને જલસા કરાવશે જ. મલ્હાર ની કોમેડી ટાયમીંગ ખુબ જ અદ્ભુત છે. પૂજાએ પણ તેના ભાગે આવેલ ઈમોશનલ સીન્સ ને ખુબ જ સારી રીતે નિભાવ્યા છે. ડૉ. મારા વ્હાલા નું કેરેક્ટર પણ લોકોને પોતાની નાની પણ મહત્વપૂર્ણ ભૂમિકાથી પેટ પકડીને હસાવી જાય છે. ફિલ્મ ક્રિટિકો એ ફરીને નીરજ જોષી ના દિગ્દર્શનને વખાણ્યું છે, એક નવ પરણિત યુગલ વીર અને ઈશા લગ્ન ના થોડા સમય બાદ જ પોતના જ કુંટુંબ તરફ થી અને સમાજ તરફથી બાળક માટે મેન્ટલ અને ઈમોશનલ અનુભવે છે તે ફિલ્મ માં દિગ્દર્શકે ઘણી સહજતા થી અને રમુજી રીતે બતાવવા પ્રયાસ કર્યો છે, જે પ્રેક્ષકો ને પોતાબ કુંટુંબ જોડે સિનેમાઘરોમાં ખેંચાઈ જવા મજબુર કરશે.

કેદાર - ભાર્ગવે પોતનાં સંગીત થી આ ફિલ્મની લાગણીઓને પ્રેક્ષકો સુધી નિખાલસ રીતે પોહચાડી છે. ફિલ્મ ના બન્ને ગીતો “મજા કે સજા” અને “ફેમિલી છે ફેમિલી” કર્ણપ્રિય છે. ફિલ્મની શરુઆત માં આવતું નવકાર પ્રોડક્શન ની આવનારી ફિલ્મ “મેડલ” ના ટ્રેલેર પણ લોકો માં ઊંડી છાપ છોડી છે. “વીર ઈશા નું સીમંત” ફિલ્મ અને “મેડલ” નું ટ્રેલેર જોઈ ને લાગે છે કે નવકાર પ્રોડક્શન નજીક ના સમયમાં જ ગુજરાતી સીનેમા જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવી લેશે.

ધ્રુવીન શાહ અને શ્લોક રાઠોડના સ્થાપકોના હાથે 2016માં નવકાર પ્રોડક્શનની શરૂઆત થઈ. સમગ્ર વિશ્વમાં ગુણવત્તાયુક્ત સામગ્રી બનાવવા, પ્રમોટ કરવા અને ફેલાવવા માટે પ્રોડક્શન હાઉસ તરીકે શરૂ કરાયેલ, નવકાર પ્રોડક્શન્સે તેની પ્રથમ ફિલ્મ "સુપરસ્ટાર" નું નિર્માણ કર્યું. વર્ષોથી આ પ્રદેશની જરૂરિયાતોને સમજીને, નવકારે વિશ્વભરના દર્શકો માટે નવી ગુજરાતી સામગ્રીનો પાયો પહેલેથી જ બાંધ્યો છે. કન્ટેન્ટ પ્રકાશિત કરવા, કન્ટેન્ટ બનાવવા અને કન્ટેન્ટને જીવંત બનાવતી પ્રતિભાઓને પ્રમોટ કરવા માટે, નવકાર પ્રોડક્શન્સે ઘણી શાખાઓમાં પ્રવેશ કર્યો છે.

dhollywood news gujarati film