‘ભવાઈ’ના શૂટિંગ દરમ્યાન આવેલા બે કૉલ્સે પ્રતીક ગાંધીનું જીવન બદલ્યું

24 September, 2021 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન મને હંસલ મહેતાનો કૉલ આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘તું જ્યારે પણ મુંબઈ આવે તો મને મળજે.’ આ રીતે  ‘સ્કૅમ 1992’ બની હતી.’

પ્રતીકાત્મક તસવીર

પ્રતીક ગાંધી તેની આગામી ફિલ્મ ‘ભવાઈ’ને સ્પેશ્યલ માને છે, કેમ કે એ ફિલ્મનું સીધું કનેક્શન  ‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ સાથે છે. આ ફિલ્મ દ્વારા તો તેને રાતોરાત સફળતા મળી ગઈ છે. તે આજે ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયો છે. જયંતીલાલ ગડાએ ‘ભવાઈ’ને પ્રેઝન્ટ કરી રહ્યા છે. ધવલ ગડા, અક્ષય ગડા, પાર્થ ગજ્જર અને હાર્દિક ગજ્જર સાથે મળીને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. પહેલી ઑક્ટોબરે રિલીઝ થનારી આ ફિલ્મમાં અન્દ્ર‌િતા રે, રાજેન્દ્ર ગુપ્તા, રાજેશ શર્મા અને અભિમન્યુ સિંહ લીડ રોલમાં છે. ‘સ્કૅમ 1992’ અને ‘ભવાઈ’ વચ્ચેના કનેક્શનને લઈને પ્રતીકે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘ભવાઈ’ મારા માટે ખૂબ સ્પેશ્યલ છે, કારણ કે આ ફિલ્મ ‘સ્કૅમ 1992’ પહેલાં બની છે. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન મને હંસલ મહેતાનો કૉલ આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘તું જ્યારે પણ મુંબઈ આવે તો મને મળજે.’ આ રીતે  ‘સ્કૅમ 1992’ બની હતી.’
‘ફિલ્મ ‘ભવાઈ’નાં શૂટિંગ દરમ્યાન તેને બે કૉલ્સ આવ્યા હતા અને એ કૉલ્સના કારણે તેનું જીવન બદલાઈ ગયું છે. એ વિશે પ્રતીકે કહ્યું હતું કે ‘મને આજે પણ યાદ છે કે આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન જે બે કૉલ્સ આવ્યા એણે મારી લાઇફને હંમેશાં માટે બદલી નાખી છે. એક કૉલ હું જ્યારે ભુજમાં શૂટિંગ કરતો હતો ત્યારે હંસલ મહેતાનો આવ્યો હતો અને બીજો કૉલ મારા ઘરેથી હતો કે મારા પપ્પાની તબિયત બગડી ગઈ હતી. એના ૬ મહિના બાદ મેં મારા પપ્પાને ગુમાવ્યા હતા. એ બન્ને કૉલ્સ આ ફિલ્મ સાથે જોડાયેલા છે. એને તો હું આજીવન યાદ રાખીશ.’

Pratik Gandhi dhollywood news entertainment news