આજે ઓપન થાય છે નવું નાટક ધમાલ E ઇશ્ક

14 April, 2019 10:52 AM IST  | 

આજે ઓપન થાય છે નવું નાટક ધમાલ E ઇશ્ક

ધમાલ E ઇશ્ક

કૌસ્તુભ ત્રિવેદી અને સંજય ગોરડિયાનું નવું નાટક ‘ધમાલ E ઇશ્ક’ સંતોષ રાણેએ ડિરેક્ટ કર્યું છે જ્યારે મેહુલ વ્યાસે લખ્યું છે. નાટકના મુખ્ય કલાકારોમાં દિપના પટેલ, કૌશંબી ભટ્ટ, વૈભવ બિનિવાલે, સંતોષ રાણે અને ચેતન ધનાણી છે. ફિલ્મ ‘રેવા’ અને પરેશ રાવલના નાટક ‘ડિયર ફાધર’ પછી પરેશ ધનાણી પહેલી વખત દેખાશે.

ચેતન ધનાણીએ કહ્યું હતું કે ‘નાટકની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં અઢળક ઘટનાઓ છે અને આ તમામ ઘટનાઓ અઢળક અને અનહદ કૉમેડીથી ભરપૂર છે જેમાં સિચુએશન કૉમેડીની પણ ભરમાર છે.’

એક ડૉક્ટર છે. તેને પ્રેમમાં પડવું છે પણ લગ્ન નથી કરવાં અને એટલે જ ભાઈ ગમે ત્યારે પ્રેમમાં પડી જાય છે, પરંતુ પછી જ્યારે લગ્નની વાત આવે ત્યારે દૂર ભાગે છે. જોકે એક વખત વાત બદલાય છે. ડૉક્ટર પોતે પ્રેમમાં પડે છે, પણ એવી છોકરીના પ્રેમમાં પડે છે જેની પાસે તે પારાવાર ખોટું બોલી ચૂક્યો છે. હવે તેને એ જ છોકરીને જીવનમાં લાવવી છે અને કાયમ માટે લાવવી છે, પરંતુ વાત એ સ્તરે બગડી ગઈ છે કે એ છોકરી ડૉક્ટરનું નામ સાંભળતાં જ દૂર ભાગે છે. શું થાય છે પછી, છોકરી ડૉક્ટરને મળે છે કે પછી એ અધૂરી પ્રેમકથા કાયમ માટે અધૂરી રહી જાય છે? શું સાચું સ્વીકારી લેવાથી જ ડૉક્ટરને પ્રેમ મળશે કે પછી પોતે કરેલી ભૂલોને ઢાંકીને પણ તે પ્રેમ પામી લેશે? આ અને આવા અનેક સવાલોના જવાબ ‘ધમાલ ચ્ ઇશ્ક’માં છુપાયેલા છે.

આ પણ વાંચો : કચ્છની 'રિબૂટીંગ મહાત્મા' શૉર્ટ ફિલ્મ આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર્શાવાશે

નાટકનો શુભારંભ આજે રાતે પોણાઆઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

Sanjay Goradia news mumbai