આ નવરાત્રી ઝૂમવા તૈયાર થઈ જાવ 'ટિચકી'ના તાલે

28 September, 2019 03:56 PM IST  |  મુંબઈ

આ નવરાત્રી ઝૂમવા તૈયાર થઈ જાવ 'ટિચકી'ના તાલે

ટિચકી સોન્ગ થયું રીલિઝ

નવરાત્રી પર તમને તાલ પર ડોલાવવા માટે આવી ગયું છે પાર્થ ભરત ઠક્કરનું ટિચકી. પાંચ મિનિટનું આ ગીત એકદમ એનર્જેટિક અને રીફ્રેશિંગ છે. ભૂમિ ત્રિવેદી ખૂબ જ સરસ લાગી રહ્યા છે. સિદ્ધાર્થ ભાવસાર અલગ જ અંદાજમાં છે. તો આદિત્ય ગઢવીનો ઘૂંટાયેલો અવાજ ગીતમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. પાર્થ ભરત ઠક્કરે ગીતનો ખૂબ જ સારી રીતે ન્યાય આપ્યો છે.

ટિચકી એટલે દાંડિયાનો અવાજ. નવરાત્રી માટે આ ખાસ ગીત નિરેન ભટ્ટે લખ્યું છે. ગીતના કોરિયોગ્રાફી પણ ખૂબ જ સરસ છે. ગીતનું પ્રોડક્શન અને કંપોઝિશન પાર્થ ભરત ઠક્કરે કર્યું છે. ટિચકી એક લવ સોન્ગ કમ ગરબો છે. જેમાં ફન એલિમેન્ટ પણ છે સાથે પરંપરાગત ગરબાની ફ્લેવર પણ છે. ગીત પાર્થ ભરત ઠક્કરની યુટ્યૂબ ચેનલ પર રીલિઝ થયું છે.

પાર્થે 15 ઓગસ્ટે એ મેરે દેશ ગીત રિલીઝ કર્યા બાદ દેશની તમામ ભાષામાં ગીત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પહેલા પાર્થ મરાઠી ફિલ્મોમાં મ્યુઝિક પણ આપી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે પાર્થ ઠક્કર બે યાર, લવની ભવાઈ, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, સુપરસ્ટાર, દાવ થઈ ગયો યાર જેવી ફિલ્મોમાં મ્યુઝિક આપી ચૂક્યા છે. પાર્થને ફિલ્મ શરતો લાગુ માટે ટ્રાન્સમીડિયા બેસ્ટ કમ્પોઝરનો એવોર્ડ મળી ચૂક્યો છે. અને હવે તેમનું લેટેસ્ટ ગીત પણ લોકોને પોતાના તાલે ડોલાવવા માટે આવી ગયું છે.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..


dhollywood news navratri