સાત મહિના પછી ખૂલ્યા મલ્ટિપ્લેક્સ, તમે કઈ ગુજરાતી મુવી જોવા જશો?

15 October, 2020 02:21 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

સાત મહિના પછી ખૂલ્યા મલ્ટિપ્લેક્સ, તમે કઈ ગુજરાતી મુવી જોવા જશો?

ફાઈલ તસવીર

અનલૉક-5માં સરકારે મલ્ટિપ્લેક્સને ફિઝિકલ ડિસ્ટન્સિંગની સાથે શરૂ કરવાની મંજૂરી આપી છે. જોકે મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ અને પૂર્વોત્તરનાં રાજ્યોએ મલ્ટિપ્લેક્સ નહીં ખોલવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં 17 ઑક્ટોબરથી મલ્ટિપ્લેક્સ ખૂલવાના છે, ત્યારે તમે કઈ ફિલ્મ જોવા જશો.

સાત મહિના બાદ પહેલીવાર ગુજરાતમાં મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રિન થિયેટરો શરૂ થશે પરંતુ તેમાં હિંદી ફિલ્મોની બદલે ગુજરાતી ફિલ્મો બતાવવામાં વશે. લૉકડાઉન બાદ થિયેટરમાં બતાવવામાં આવનારી ફિલ્મોમાં લવની ભવાઈ, હેલ્લારો, ચાલ જીવી લઈએ, ચાસણી, ગોળકેરી અને કરસનદાસ પે એન્ડ યુઝ જેવી પ્રચલિત ગુજરાતી ફિલ્મોનો સમાવેશ છે, તેથી દર્શકોનું 17 ઑક્ટોબર પછી મનોરંજન થશે એ પાક્કુ છે.

entertainment news dhollywood news gujarat