સુરતના સાઉન્ડ એન્જિનિયરને ગુજરાતી ફિલ્મ ‘ચાસણી’ માટે મળ્યો એવૉર્ડ

23 October, 2020 08:20 PM IST  |  Surat | Gujarati Mid-day Online Correspondent

સુરતના સાઉન્ડ એન્જિનિયરને ગુજરાતી ફિલ્મ ‘ચાસણી’ માટે મળ્યો એવૉર્ડ

હમઝા દાગીનાવાલા

સુરતના જાણીતા સાઉન્ડ એન્જિનિયર હમઝા દાગીનાવાલા ‘સ્ટુડિયો ફિફ્ટી થ્રી’માટે જાણીતાં છે. આ સ્ટુડિયો ભારતના નામી સ્ટુડિયોમાંનો એક છે કે અને સ્ટુડિયો ઓફ ધી યર-૨૦૧૯ માટે ભારતના ટોપ ચાર સ્ટુડિયોમાં નોમિનેટ પણ થયો હતો. હમઝા દાગીનાવાલાએ ઘણી ફિલ્મો માટે ડબિંગ કર્યું છે. તેમણે ગુજરાતી ફિલ્મ ‘ચાસણી’, ‘તારી મુસ્કુરાહટ’, ‘યે તો ટુ મચ હો ગયા’ જેવી ઘણી ફિલ્મોમાં સાઉન્ડ એન્જિનિયર અને રેકોર્ડિસ્ટ તરીકે કામ કર્યું છે. તાજેતરમાં તેમને તેમને વિખ્યાત ‘ઇન્ડિયન રેકોર્ડિંગ આર્ટ્સ એકેડેમી’ દ્વારા ‘બેસ્ટ ફિલ્મ ADR એન્જિનિયર’નો એવૉર્ડ મળ્યો છે.

હમઝા દાગીનાવાલા ઘણા વર્ષોથી મ્યુઝીક ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે, સૉફ્ટવેર એન્જિનિયરમાં ગ્રેજ્યુએટ થયેલ હમઝા દાગીનાવાલાએ શરૂઆતમાં સુરતની એક સૉફ્ટવેર કંપનીમાં નોકરી કરી પરંતુ તેમનો વધારે રસ તો મ્યુઝીક, સાઉન્ડ રેકોર્ડિંગ જેવા ટેકનિકલ કામમાં જ હતો. તેથી ૨૦૧૩માં તેમના પિતાના રેકોર્ડીંગ સ્ટુડિયોના કામમાં જોડાયા અને ત્યાર બાદ ૨૦૧૮ એક ગુજરાતના પ્રથમ હરોળના એવા સ્ટુડિયો ફિફ્ટીનું સંપૂર્ણ સંચાલન કરવાનું શરું કર્યું. 

હમઝા દાગીનાવાલાને ગુજરાતી ફિલ્મ ‘ચાસણી’ માટે વિખ્યાત ‘ઇન્ડિયન રેકોર્ડિંગ આર્ટ્સ એકેડેમી’ દ્વારા બેસ્ટ ફિલ્મ ADR એન્જિનિયર’નો એવૉર્ડ મળ્યો છે. પોતાના સફર વિશે વાતચીત કરતા કહ્યું હતું કે, હું ભલે સોફ્ટવેર એન્જિનિયરનું ભણ્યો પણ મને પહેલેથી જ સાઉન્ડ અને મ્યુઝિકમાં રસ હતો. હું જ્યારે મારા પિતા સાથે  રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જોડાયો ત્યારે મને થયું કે પણ મુંબઈની સરખામણી જેવો રેકોર્ડિંગ સ્ટુડિયો હોવો જોઈએ કે જ્યાં ફિલ્મ, મ્યુઝીક પ્રોડ્યુસર ઉચ્ચ કક્ષાનું કામ કરી શકે. સદ્નસીબે મને વર્ષ 2018માં આ પ્રકારની તક મળી અને ‘સ્ટુડિયો ફિફ્ટી થ્રી’ની શરૂઆત થઈ. મારી ઈચ્છા હતી કે, ગુજરાતી ફિલ્મો ઘણી આગળ વધે અને ફિલ્મના ડબિંગ, મિકસિંગ, રેકોર્ડિંગ, મ્યુઝિક જેવાં કામને લઈને કોઈએ પણ ગુજરાતની બહાર ન જવું પડે અને અહીથી જ સરળતાથી કામ થઈ જાય તે માટે જ મેં આ સ્ટુડિઓની શરૂઆત કરી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ફિલ્મોની દુનિયા એટલી વિશાળ છે કે જે લોકો બેકગ્રાન્ડમાં કામ કરતાં હોય તેમને કોઈ ઓળખાતું પણ નથી હોતું પરંતુ આવા એવૉર્ડ દ્વારા કામની સરાહના થાય છે અને લોકપ્રિયતા પણ મળે છે. મને જે એવૉર્ડ મળ્યો છે તે મારા અને મારા શહેર માટે ગર્વની વાત છે.

entertainment news dhollywood news gujarati film