મેઘાણીને સ્વતંત્રતા દિવસે ટ્રિબ્યુટ આપતું ગીત 'ઝંડા અજર અમર રહેજે'રિલીઝ

16 August, 2020 06:10 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

મેઘાણીને સ્વતંત્રતા દિવસે ટ્રિબ્યુટ આપતું ગીત 'ઝંડા અજર અમર રહેજે'રિલીઝ

ઝંડા અજર અમર રે'જે પોસ્ટર

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી(Jhaverchand Meghani)ને 74મા સ્વાતંત્ર્ય દિવસ(Independence Day) નિમિત્તે તેમને ટ્રિબ્યૂટ(Tribute) આપતા પ્રફુલ દવે(Praful Dave), સચિન સંઘવી(Sachin Sanghvi), ભૂમિ ત્રિવેદી(Bhoomi Trivedi), ઇશાની દવે(Ishani Dave)એ ઝંડા અજર અમર રહેજે ગીત રિલીઝ કર્યું છે.

આ ગીત ભૂમિ ત્રિવેદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યું છે. આ ગીત વિશે વધુ માહિતી આપતા ભૂમિ ત્રિવેદીએ લખ્યું છે કે વિશ્વના બે વિશ્વ યુદ્ધના 30 વર્ષ ખૂબ જ હિંસક રહ્યા, દરેક સત્તા, દેશ અને કસ્બાઓ પોતાનું ભાન ભૂલી ગયા. ત્યારે દેશને આઝાદી મળી તે સમયે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ જે ગીત ગાયું તે આજના ગાયકોએ 15 ઑગસ્ટના રોજ રિલીઝ કર્યું છે.

આ ગીત શૅર કરતી વખતે ભૂમિ ત્રિવેદીએ ગીતના ઇતિહાસ વિશે એક આછી રૂપરેખા બાંધી છે જેમાં ભૂમિ ત્રિવેદીએ જણાવ્યું છે કે બે વિશ્વયુદ્ધ દરમિયાન જેવી રીતે વિશ્વમાં સૌથી વધુ હિંસક શસ્ત્ર બનાવવાની શોધ થઈ રહી હતી ક્યારે બીજી તરફ ભારતમાં ગાંધીજી અહિંસાના પાઠ ભણાવી રહ્યા હતા. અને તેમનું આ અહિંસક શસ્ત્ર એટલું તો કારગર નીવડ્યું કે 14 ઑગસ્ટના 1947ના રોજ કાળરાત્રી પુરી થઈ અને 15 ઑગસ્ટનો નવો સૂરજ ઉગ્યો અને રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હિંદના અહિંસક સૈનિકોએ ત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ આખા ભારત દેશ તરફથી જે ગીત ગાયું તે "ઝંડા અજર અમર રહેજે, ને વધ વધ આકાશે જાજે"...

નોંધનીય છે કે આ ગીત સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ટ્રિબ્યૂટ આપતાં ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવ્યું છે.

entertainment news gujarati film bollywood