સાંભળો છો 2 બહુ પડકાર જનક હતું કારણકે અમારે દોઢસોમાંથી પાંચ સ્ટોરીઝ શોધવાની હતીઃ પ્રોડ્યુસર તત્સત મુન્શી

21 August, 2021 12:38 AM IST  |  Mumbai | Partnered Content

જે રાષ્ટ્રીય શાયર અને લેખક ઝવેર ચંદ મેઘાણીની રચના પર આધારીત સાંભળો છોની પહેલી સિરીઝની સફળતા માણી રહેલા મેકર્સે એક અદ્ભૂત નેરેશન ઑડિયો થિએટરના ફોર્મમાં એટલે કે વાચિકમ દ્વારા રજુ કર્યું છે અને તે બીજી સિઝનમાં  બાળ કલાકારો દ્વારા પ્રસ્તુત કરાઇ રહ્યું છે

સિઝન ટુમાં વિશાલ ઠક્કર, રિષી પંચાલ, ભવ્ય સિરોહી, તિર્થ શાહ, ત્રિશા શાહ અને વ્રિશા જોશી જેવા બાળ કલાકારો સાથે અર્ચન ત્રિવેદી પણ છે

જે રાષ્ટ્રીય શાયર અને લેખક ઝવેર ચંદ મેઘાણીની રચના પર આધારીત સાંભળો છોની પહેલી સિરીઝની સફળતા માણી રહેલા મેકર્સે એક અદ્ભૂત નેરેશન ઑડિયો થિએટરના ફોર્મમાં એટલે કે વાચિકમ દ્વારા રજુ કર્યું છે અને તે બીજી સિઝનમાં  બાળ કલાકારો દ્વારા પ્રસ્તુત કરાઇ રહ્યું છે.

સાંભળો છો 2 તમને ગીજુભાઇ બધેકાની વાતોથી મુગ્ધ કરી દેશે જે તેમની ટૂંકી વાર્તાઓ માટે જાણીતા હતા અને તેમની વાર્તાઓ ઘણાં પાઠ્યપુસ્તકોનો ભાગ પણ છે. પ્રોડ્યુસર તત્સત મુન્શીનું કહેવું છે કે પ્રોડક્શન હાઉસે સૌથી પહેલીવાર વાચિકમ દ્વારા કોન્ટેટ રજૂ કરવાનું રિસ્ક લીધું કારણકે તે મોટેભાગે રેડિયો પર સાંભળવામાં આવતું ફોર્મેટ છે અને તે સ્ક્રીન કે ઓટીટી પ્લેટફોર્મ જેવું કે ઓહો ગુજરાતી  પર પહેલાં ક્યારેય પણ પ્રસ્તુત નથી થયું. તેમણે કહ્યુ કે, “પહેલી સિઝનમાં અમે સખત ચિંતિત હતા કે જો ઑડિયન્સ તેને નહીં સ્વીકારે તો? છતાં પણ તે હીટ ગયું અને સિઝન ટૂમાં ઑડિયન્સને કંઇ નવું આપવાનું નક્કી કર્યું. મારે ઓહો ગુજરાતીને થેંક્સ કહેવું છે કારણકે તેમણે અમારામાં પુરો વિશ્વાસ રાખ્યો.”

અમદાવાદના એક્ટર પ્રોડ્યુસરે કહ્યું કે ગીજુભાઇ બધેકાની વાર્તાઓ એક બહુ વિચારીને લીધેલો નિર્ણય છે જે આ ઝોન્રે માટે યોગ્ય હતો. તેમણે કહ્યું કે, “અમારી પાસે ગીજુભાઇની દોઢસો વાર્તાઓ હતી અને દરેક ટીમે ૨૦-૩૦ સ્ટોરીઝ વાંચી હતી અને દરેકની પોતાની ફેવરીટ વાર્તાઓ પણ હતી. તેમાંથી શોર્ટ લિસ્ટ કરવું બહુ મોટું કામ હતું. એક તબક્કે અમે વિચાર્યું કે ૧૦ એપિસોડ બનાવીએ પણ આખરે અમે પાંચ એપિસોડ બનાવવાનું જ નક્કી કર્યું.”

સિઝન ટુમાં વિશાલ ઠક્કર, રિષી પંચાલ, ભવ્ય સિરોહી, તિર્થ શાહ, ત્રિશા શાહ અને વ્રિશા જોશી જેવા બાળ કલાકારો સાથે અર્ચન ત્રિવેદી પણ છે અને તેનું ડાયરેક્શન ગૌરાંગ કબિરાએ કરહ્યું છે. વિશાલ અને રિષીએ પ્રતીક ગાંધી સાથે વિઠ્ઠલ તીડીમાં અને જેકી ભગનાની સાથે મિત્રોંમાં અનુક્રમે કામ કર્યું છે.

વિશાલ એક્ટિંગમાં જ પોતાની કારકિર્દી બનાવવા માગે છે અને તેણે કહ્યું કે વાચિકમ તેને માટે એક અનોખો અનુભવ રહ્યો. તેણે કહ્યું કે, “મેં હજી સુધી ફિલ્મો જ કરી છે અને આ એક લર્નિંગ એક્સપિરીયન્સ હતો જેમાં અમારે સ્ક્રીપ્ટ વાંચવાની હતી, યાદ નહોતી રાખવાની. છતાં પણ વાંચતા વાંચતા લાગણી અને ભાવ લાવવા એક પડકાર હતો. મારે માટે આ એક લર્નિંગ એક્સપિરીયન્સ છે અને તે મને આગળ જતા એક્ટિંગ સ્કૂલમાં હું કરિયર બનાવીશ ત્યારે ચોક્કસ લેખે લાગશે”

સાતમા ધોરણમાં ભણતા રિષી માટે પણ પોતે એનેક્ટ કરે તે પહેલાં આ કોન્સેપ્ટની કલ્પના ઘડવી એક પડકાર હતો. તેણે કહ્યું, “મારે માટે જરૂરી હતું કે હું વાર્તાને મનમાં રાખીને ઑડિયન્સની કલ્પના કરું. એકવાર હું કેરેક્ટર સમજું પછી મારે માટે તે સરળ થઇ ગયું. વળી એ પણ નોંધજો કે સ્ટેજ, કોશ્ચ્યુમ કે સેટ્સ વિના આ બધું થયું જ્યાં માત્ર ડાયલોગ્ઝ ભાવના સાથે બોલવાના હતા.”

મુનશી પણ બહુ આશા ધરાવે છે અને તેને વિશ્વાસ છે કે થિએટર અને સિનેમા જલદી જ ખુલશે જેથી ઇન્ડસ્ટ્રી ફરી તેના પગ પર ખડી થશે. તેણે તેમ પણ જણાવ્યું કે સાંભળો છોની ત્રીજી સિઝન પણ ઓહો ગુજરાતી ઓટીટી પર જલદી જ આવશે. તેમણે કહ્યું કે, “દર વખતે જ્યારે અમ્રે કંઇ અલગ પિરસવું છે અને ત્રીજી સિઝન પણ ઑડિયન્સને રિઝવવા જલદી જ રિલીઝ થશે ત્યાં સુધી સેકન્ડ સિઝનમાં આ બાળકોના પરફોર્મન્સ આપણે માણવા રહ્યા. ”

 

dhollywood news entertainment news