‘ચલો ચલો પીછે, દસ કદમ દૂર...’

13 August, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાણેજ આયતને પ્રોટેક્ટ કરવા માટે ફોટોગ્રાફર્સને ચેતવણી આપતો સલમાન ખાનનો વિડિયો વાઇરલ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

સલમાન ખાને રવિવારે યોજાયેલી વર્લ્ડ પૅડલ લીગની ત્રીજી સીઝનની ઇવેન્ટમાં તેના પરિવાર સાથે હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં તેની બહેન અર્પિતા ખાન, ભાઈ સોહેલ ખાન અને અર્પિતા ખાનની દીકરી આયત શર્મા સહિત પરિવારના અન્ય સભ્યો હાજર હતા.

આ ઇવેન્ટનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં સલમાન ઇવેન્ટમાંથી બહાર નીકળતી વખતે આયતને પ્રોટેક્ટ કરવા માટે ફોટોગ્રાફર્સને ચેતવણી આપતો જોવા મળ્યો હતો. આ ઇવેન્ટ પૂરી થઈ ત્યારે સલમાન ભાણેજ આયતનો હાથ પકડીને બહાર નીકળી રહ્યો હતો અને ફોટોગ્રાફર્સે તેમને ઘેરી લેતાં આયત ડરી ગઈ હતી. એ સમયે સલમાને ફોટોગ્રાફર્સને કડક સૂચના આપતાં કહ્યું હતું, ‘ચલો ચલો પીછે, દસ કદમ દૂર. બચ્ચી સાથ મેં હૈ. આગે બઢો...’ સલમાનની વાત સાંભળીને તરત ફોટોગ્રાફર્સ દૂર હટી ગયા હતા અને જગ્યા કરી આપી હતી. 

Salman Khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news