આખરે કાનુડા સુધી પહોંચ્યું આ ગીત, જુઓ ગોરી રાધા પર ધુમ મચાવનાર તાન્ઝાનિયાના ભાઈનો વીડિયો

23 December, 2021 10:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

`ગોરી રાધા ને કાળો કાન` ગીત પર એવા તે ઝૂમી રહ્યાં છે આ તાન્ઝાનિયાના ભાઈ કે વીડિયો જોઈ તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો.

તસવીરઃ ઈન્સ્ટાગ્રામ

સેલેબ્સ પણ દરેક સોશિયલ મીડિયા યુર્ઝસ જેમ પોતાના ગમે તેવા વ્યસ્ત આયોજનમાંથી મનોરંજન માટે થોડો ઘણો સમય કાઢી જ લેતા હોય છે અને અતરંગી ડાન્સ વીડિયો તેમના નજરે ચઢતા હોય છે. ઘણી વાર સેલેબ્સ તેમના મનપસંદ વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ શેર કરતાં હોય છે. ત્યારે જાણીતા સિંગર સચિન સંઘવીએ ઈન્સ્ટાગ્રામ પર તાન્ઝાનિયાના એક ભાઈનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે `ગોરી રાધા ને કાળો કાન` ગીત પર મંત્રમુગ્ધ થઈ તેની મજા માણતાં જોવા મળે છે. 

સચિન સંઘવીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. કેપ્શનમાં સચિને લખ્યું છે કે, `કાનુડા સુધી પહોંચી ગયું ગીત!! લોટ્સ ઓફ લવ ફ્રોમ ઈન્ડિયા` આ વીડિયો જોઈને કહી શકાય કે સચિને જે  કેપ્શન લખ્યું તે એકદમ બરાબર છે. જોકે તાન્ઝાનિયાના આ ભાઈના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ છવાયો છે. એમાંય ઘણા વીડિયો એવા છે જેમાં તે તેમની બહેન સાથે પણ ડાન્સ કરતાં દેખાય છે. 

સોશિયલ મીડિયા પર છવાયેલા આ કન્ટેન્ટ ક્રિએટરનું નામ કિલી પૌલ છે. જેમના ડાન્સ વીડિયો સ્ક્રોલિંગ દરમિયાન તમારી નજરે પડ્યા જ હશે અને તમને પણ પસંદ આવ્યાં હશે. કિલી પૌલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે `ગોરી રાધાને કાળો કાન` ગીત પર ઝૂમતા દેખાય છે. તેમને જોઈને જ લાગે છે  કે તે આ ગીતે કેટલું માણી રહ્યાં છે. આ સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, મને આ ગીત ખુબ જ ગમે છે, તેમજ કિલીએ સચીન જીગરને પણ ટેગ પણ કર્યા હતાં. બાદમાં સચિન આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તેમની પ્રશંસા કરી હતી.  

તાન્ઝાનિયાના આ ભાઈ-બહેનના વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યાં છે. આ પહેલા શેરશાહ ફિલ્મનું ગીત `રાતા લમ્બિયા` થી પણ તેમણે લોકોના દિલ જીતી લીધા હતા.  જો કે તેમણે અનેક બૉલિવૂડ સોન્ગ પર વીડિયો બનાવ્યાં છે. આ વીડિયો લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યાં છે. સાથે સાથે આ ભાઈ-બહેનની કુશળતાના દરેક લોકો ફેન બની ગયા છે.  

 

 

 

dhollywood news sachin-jigar entertainment news viral videos