Valentines Special: સચિન જીગરનું નવું ગીત 'કહેવા દે' આજે રિલીઝ

09 February, 2021 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Valentines Special: સચિન જીગરનું નવું ગીત 'કહેવા દે' આજે રિલીઝ

Valentines Special: સચિન જીગરનું નવું ગીત કહેવા દે આજે રિલીઝ

2020માં સંગીત ખૂબ જ ખીલીને બહાર આવતું જોવા મળ્યું છે. સંગીતકારોએ પણ ખૂબ જ સરસ ગીતો રિલીઝ કર્યા છે. એટલું જ નહીં શ્રોતાઓને પણ 2020 બાદ ખૂબ જ સારા ગીતોની ભેટ મળી છે. સચિન જીગરનું એવા જ પ્રકારનું એક સિંગલ ગીત 'કહેવા દે' આજે રિલીઝ થઈ ગયું છે. જ્યારે વેલેન્ટાઇન ડે ખૂબ જ નજીક છે એવામાં આ ડ્યૂઓ રોમાન્ટિક ટ્રેક જેમાં એક સુંદર મેલોડી અને રિધમ જોવા મળશે તેવું ગીત 'કહેવા દે' આજે રિલીઝ કર્યું છે.

આ ગીતના શબ્દો નીરેન ભટ્ટે લખ્યા છે અને જીગર સરૈયાએ ગાયું છે. જીગર અને લેખા પ્રજાપતિ આ ગીતમાં જોવા મળે છે જ્યારે વીડિયોનું ડિરેક્શન અરુનિમા શર્માએ કર્યું છે. 'કહેવા દે' એ એવું ગીત છે જે નૉન ગુજરાતી લોકોમાં પણ ખૂબ જ લોકપ્રિય થવાનું છે. આ ગીતમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ટ્રેડિશનલ છે પણ તેને એક પ્રકારની કૉન્ટેમ્પ્રરી અપીલ કરે છે.


સચિન-જીગર આ ગીતના રિલીઝ માટે ઉત્સાહિત થતાં કહે છે કે, "જ્યારે અમે આ ગીત કમ્પૉઝ કરી રહ્યા હતા ત્યારે અમે આ ગીતને રોમાન્સને બદલે કન્ટેમ્પરરીને તરીકે રિલીઝ કરવાના હતા. આ વર્ષે અમને તક આપી છે કે અમે જાતે સ્વતંત્ર સંગીત ઊંડાણથી બનાવીએ અને અમે એવી આશા રાખીએ છીએે કે ગ્રેટ ગીતો હંમેશાં અમારા પ્રયોગાત્મક વલણતી જ આવ્યા છે. અમે શ્રોતાઓની પ્રતિક્રિયાઓ જોવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છીએ."

આ ગીતનું કમ્પૉઝિશન સચિન-જીગર દ્વારા કરવામાં આવ્યું છે. શબ્દો નીરેન ભટ્ટના છે, સ્વર જીગર સરૈયાએ આપ્યું છે અને જીગર તેમજ લેખા પ્રજાપતિને આ ગીતમાં ફીચર કરવામાં આવ્યા છે. કહેવા દે શ્રોતાઓ માટે બધાં જ પ્લેટફૉર્મ પર અવેલેબલ છે.

entertainment news dhollywood news sachin-jigar