છઠ્ઠી જાન્યુઆરીએ આવી રહી છે ‘કચ્છ એક્સપ્રેસ’

09 November, 2022 04:13 PM IST  |  Mumbai | Rachana Joshi

રત્ના પાઠક શાહ, માનસી પારેખ, ધર્મેન્દ્ર ગોહિલ અને દર્શિલ સફારી મુખ્ય ભૂમિકામાં

‘કચ્છ એક્સપ્રેસ’નું પોસ્ટર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

આવનારા નવા વર્ષની શરુઆત ઢૉલિવૂડ માટે ધમાકેદાર થવાની છે. વર્ષની શરુઆતમાં જ અનેક ફિલ્મો રિલીઝ થશે, જે દર્શકો માટે સારા સમાચાર છે. મલ્ટી સ્ટારર અર્બન ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ (Kutch Express)નું આજે પોસ્ટર રિલીઝ થયું છે. ફિલ્મ ૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રિલીઝ થશે.

રામ મોરી (Raam Mori) લિખિત અને વિરલ શાહ (Viral Shah) દિગ્દર્શિત ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં રત્ના પાઠક શાહ (Ratna Pathak Shah), માનસી પારેખ (Manasi Parekh), ધર્મેન્દ્ર ગોહિલ (Dharmendra Gohil) અને દર્શિલ સફારી (Darsheel Safari) મુખ્ય ભૂમિકામાં છે. આજે ફિલ્મનું પોસ્ટ રિલીઝ કરવામાં આવ્યું છે. સાથે જ રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ આવતા વર્ષે એટલે કે ૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

ફિલ્મના દિગ્દર્શક વિરલ શાહે સોશ્યલ મીડિયામાં ‘કચ્છ એક્સપ્રેસ’નું પોસ્ટર શૅર કરતા લખ્યું છે કે, ‘હું મારા ઉત્સાહને અટકાવી શકતો નથી! આગળ વધવાની પહેલી શરત, એક ડગલું તો ભરો... તો પ્રસ્તુ છે ‘કચ્છ એક્સપ્રેસ’ ફિલ્મનો પહેલો લૂક. સિનેમાઘરોમાં ૬ જાન્યુઆરી ૨૦૨૩થી.’

પોસ્ટરમાં કચ્છ એક્સપ્રેસ ટ્રેનની સાથે બે વ્યક્તિના માત્ર પગ દેખાય છે, જેમણે સ્પોર્ટ્સ શુઝ પહેર્યા છે.

ફિલ્મમાં કૌશાંબી ભટ્ટ (Kaushabi Bhatt), કુમકુમ દાસ (Kumkum Das), હીના વર્દે (Heena Varde), રીવા રાચ્છ (Reeva Rachh), માર્ગી દેસાઇ (Margi Desai), ભૂમિકા બારોટ (Bhumika Barot), ડેનિશા ઘૂરમા (Denisha Ghurma), વિરફ પટેલ (Viraf Patel) પણ છે.

આ પણ વાંચો - લકીરો : રોનક કામદાર અને દીક્ષા જોષીની લવ સ્ટોરી છે કંઈક આવી, જુઓ ટિઝર

આ ફિલ્મમાં સંગીત સચિન- જીગર (Sachin-Jigar)નું છે. ફિલ્મને પ્રોડ્યુસ માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ (Parthiv Gohil)એ અને પ્રેઝન્ટ સૉલ સુત્રા (Soul Sutra) કરી રહ્યું છે.

entertainment news dhollywood news film review upcoming movie rachana joshi