પ્રતીક ગાંધી અને ભામિની ગાંધી આ પ્રોજેક્ટમાં સાથે કરશે કામ!

01 September, 2020 08:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રતીક ગાંધી અને ભામિની ગાંધી આ પ્રોજેક્ટમાં સાથે કરશે કામ!

પ્રતિક ગાંધી અને ભામિની ઓઝા ગાંધી

પ્રતીક ગાંધી ટૂંક સમયમાં જ એક નવા પ્રોજેક્ટમાં પોતાની વાઈફ ભામિની ઓઝા ગાંધી સાથે જોવા મળશે. આ જાહેરાત તેમણે પહેલા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ફોટો શૅર કરીને કરી છે. ફોટોની સાથે કેપ્શન છે,’હવે સમય છે રીયલમાંથી રીલમાં જવાનો. આજે સાંજે કરીશું કંઈક નવી અને રસપ્રદ જાહેરાત.’

પ્રતીક ગાંધીની આ પોસ્ટ બાદ હવે ફેન્સ એ જાણવા માટે આતુર હતા કે આ કપલ કયા પ્રોજેક્ટમાં સાથે દેખાશે. શું આ ગુજરાતી ફિલ્મ હશે? કે પછી કોઈ વેબસિરીઝ? જો કે એ જાણવા માટે સાંજ સુધી રાહ જોવી જ પડશે, એવુ પ્રતિક ગાંધીએ કહ્યું હતું. જોકે સાડા આઠ વાગ્યે તેમણે ફરી એક પોસ્ટ મૂકી જેમાં તેમણે આગામી પ્રોજેક્ટની માહિતી આપી છે.

પ્રતિક ગાંધી અને ભામિની ઓઝા ગાંધી હવે અનિશ શાહે ડાયરેક્ટ કરેલી ‘આવર્તન’માં જોવા મળશે. પ્રતિક ગાંધીએ લખ્યું કે, ‘આવા યુનિક પાત્ર માટે મને તક મળી છે તેથી હું સુપર એક્સાઈટેડ છું. અત્યાર સુધીમાં મે જે કર્યું તેનાથી આ જુદું છે. મારા માટે સ્પેશ્યલ એ છે કે હું મારી પત્ની સાથે પહેલી વખત કામ કરીશ’

પ્રતીક ગાંધી સંખ્યાબંધ હિટ ગુજરાતી ફિલ્મો આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ગુજરાતી નાટકો અને ‘લવયાત્રી’, ‘મિત્રોં’ જેવી બોલીવુડની ફિલ્મોમાં પણ દેખાઈ ચૂક્યા છે. તો ભામિની ઓઝા ગાંધી પણ જાણીતા એક્ટ્રેસ છે. ભામિનીનું નામ ગુજરાતી તખ્તા પર ખૂબ જ ફેમસ છે. પ્રતીક ગાંધી અને ભામિની ગાંધી ‘સાત તરી એકવીસ’, ‘સર.. સર.. સરલા’માં સાથે કામ કરી ચૂક્યા છે. સાત તરી એકવીસમાં પ્રતીકે ભામિનીને ડિરેક્ટ કર્યા હતા. તો સર સર સરલામાં બંને સ્ટેજ પર સાથે દેખાયા હતા. 

gujarati film entertainment news Pratik Gandhi