પ્રતીક ગાંધીની ફિલ્મ ‘ભવાઈ’ શુક્રવારે થશે રિલીઝ

20 October, 2021 06:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રતીકે આ માહિતી આપતા તરત જ ચાહકોએ કોમેન્ટ્સમાં તેમને અભિનંદન આપ્યા હતા

‘ભવાઈ’માં પ્રતીક ગાંધી

પ્રતીક ગાંધી (Pratik Gandhi)ની ફિલ્મ ‘ભવાઈ’ (Bhavai) વિવાદ બાદ શુકવારે રિલીઝ થવા જઈ રહી છે. પ્રતીક ગાંધીએ પોતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી આ માહિતી આપ હતી. પ્રતીકે લખ્યું કે “સખત મહેનત, સમર્પણ અને ઘણી મજા, આ રીતે #Bhavai જીવનમાં આવી છે. #Bhavai, તમારી નજીકના સિનેમાઘરોમાં 22 ઑક્ટોબરે રિલીઝ થશે!”

પ્રતીકે આ માહિતી આપતા તરત જ ચાહકોએ કોમેન્ટ્સમાં તેમને અભિનંદન આપ્યા હતા અને પોતાના પ્રતિભાવ આપ્યા હતા. એક વ્યક્તિએ લખ્યું “આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.” તો બીજા એક ચાહકે લખ્યું કે “રાહમાં જ છીએ, 22એ મોટા પડદા પર મળીએ.”

ઉલ્લેખનીય છે કે પહેલાં આ ફિલ્મનું નામ ભવાઈ હતું, પરંતુ વિરોધને પગલે રાવણ લીલા (Ravanleela) કરાયું હતું. જોકે, તેનો પણ વિરોધ થતાં ફરી તેનું નામ ભવાઈ કરવામાં આવ્યું હતું.

પ્રતીકે અને ઐન્દ્રિતા રાયે (Aindrita Ray) ફિલ્મ અને વિવાદ બાબતે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી હતી. જુઓ ઇન્ટરવ્યૂ.

entertainment news dhollywood news