પ્રતિક ગાંધી અને એશા કંસારાનું આ ગીત યાદ અપાવે છે જુવાનીના પ્રેમની

12 December, 2020 07:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રતિક ગાંધી અને એશા કંસારાનું આ ગીત યાદ અપાવે છે જુવાનીના પ્રેમની

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

ડિસેમ્બર મહિનામાં વરસેલો અણધાર્યો વરસાદ પ્રેમની ક્ષણોની યાદ અપાવે તેવો હતો. આ વરસાદના અમી છાંટણાઓની વચ્ચે જ સચિન-જીગર (Sachin-Jigar)નું એક રોમેન્ટિક ગીત ‘અબ કે સાવન’ રિલીઝ થયું છે. જે ચોક્કસ જવાનીના એ પ્રેમના દિવસોની યાદ અપાવે તેવું છે. સચિન-જીગરના આ ગીતમાં ચાર ચાંદ લગાવે છે ગુજરાતી ફિલ્મોનો ચૉકલેટ બૉય અને ‘સ્કૅમ 1992’નો હીરો પ્રતિક ગાંધી (Pratik Gandhi) અને સાથે છે અભિનેત્રી એશા કંસારા (Esha Kansara).

વરસાદ સામાન્ય રીતે કેટલીક મીઠી યાદોને ઝંખે છે. વરસતો વરસાદ મીઠી યાદો લઈને જ આવે છે. પૃથ્વીને ઠંડક આપતો વરસાદ માનવીના મનને આત્માને પણ ઠંડક આપે છે. વરસાદની યાદો અને પ્રેમની યાદોને તાજી કરવા સચિન-જીગર એક નવું ગીત લઈને આવ્યા છે. ‘અબ કે સાવન’ હિન્દી અને ગુજરાતીનું ફ્યુઝન છે. સેમી-ક્લાસિકલ ઠુમરી કમ્પોઝિશનમાં પ્રેમની અલગ ભાષા જોવા મળે છે. ચાની સુગંધ અને વરસાદના છાંટાની વચ્ચે ઘડપણે પહોંચેલા કપલને જવાનીમાં અધુરો રહી ગયેલો તેમનો પ્રેમ યાદ આવે છે. કપલમાં પ્રતિમ ગાંધી અને એશા કંસારા છે. ગીતમાં પ્રતિક એક નવા જ અવતારમાં દેખાય છે.

‘અબ કે સાવન’નું સંગીત સચિન-જીગરનું છે. જ્યારે શબ્દો ભાર્ગવ પુરોહિતે લખ્યા છે. ગીતને અવાજ આપ્યો છે મધુબબંતી બાગચી અને સચિન સંઘવીએ. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ગીતને 4.2k લાઈક્સ મળી ચુકી છે.

entertainment news dhollywood news Pratik Gandhi Esha Kansara sachin-jigar