રાજસ્થાની ગાયક મુકેશ ચૌધરી લઈને આવ્યા 'કેસરીયો'નું ફૉક ફૉક વર્ઝન

17 October, 2020 07:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજસ્થાની ગાયક મુકેશ ચૌધરી લઈને આવ્યા 'કેસરીયો'નું ફૉક ફૉક વર્ઝન

'કેસરીયો'માં મુકેશ ચૌધરી અને કરિશ્મા નાયક છે

વર્ચ્યુલ નવરાત્રીને વધુ રસપ્રદ બનાવવા માટે ગાયકો અને કલાકારો તેમનાથી બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યાં છે. ત્યારે રાજસ્થાની ગાયક મુકેશ ચૌધરીએ એક અનોખું ફૉક વર્ઝન રિલીઝ કર્યું છે. જેમાં લોકોને ખૂબ રસ પડયો છે.

ગાયક મુકેશ ચૌધરીની રંગત સિઝનનું પહેલું ગીત 'કેસરીયો' રિલીઝ થઈ ગયું છે. આ સિઝનમાં મુકેશ ચૌધરી અલગ અલગ ભાષામાં ગીત બનાવવાના છે. જેમાંથી તેમનું પહેલું ગુજરાતી ગીત 'કેસરીયો' રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં અલગ જ પ્રકારનું ફોક વર્ઝન જોવા મળે છે. આ ગીતને મુકેશ ચૌધરી, મિતાલી મહંત, પ્રતિષ્ઠા વાઘેલા અને જયેશ મોદી દ્વારા ગાવામાં આવ્યું છે. જ્યારે કરિશ્મા નાયક અંદર એક્ટિંગ કરે છે અને મ્યુઝિક હરમાન મેર અને ડેન બીએ આપ્યું છે. જ્યારે ધ્રુવ પાંડવએ આ ગીતને ડિરેક્ટ કર્યું છે.

મૂળ રાજસ્થાનના ગાયક મુકેશ ચૌધરીએ આ ગીત વિશે વાતચીત કરાત કહ્યું કે, ગુજરાતી ગાવું મારા માટે ખૂબ અઘરું હતું. જો કે, એમાં પણ એક લોકગીતને મારે વેસ્ટર્ન ઢબમાં ગાવાનું હતું તેથી મારા માટે તે ખૂબ અઘરું બની ગયું હતું. તો પણ મેં આ ગીતને પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે અને તેનો મને સંતોષ છે. આવનારા સમયમાં મારા મારવાડી, તમિલ અને ગુજરાતી ભાષામાં ગીતો આવવાના છે. જે પણ આપ સહુને ગમશે તેવી મને આશા છે.

આ ગીત DP Filmsની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયું છે.

entertainment news navratri dhollywood news gujarati film