બૉલીવુડના પ્લેબેક સિંગર અને ગુજરાતી ગાયિકાની જુગલબંધીનું નવું ગીત રિલીઝ

23 October, 2020 08:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલીવુડના પ્લેબેક સિંગર અને ગુજરાતી ગાયિકાની જુગલબંધીનું નવું ગીત રિલીઝ

સાંત્વની ત્રિવેદી, શ્રીરામ ઐયર

કોરોનાકાળમાં દરવર્ષની જેમ ગરબા મહોત્સવ નથી ઉજવાઈ રહ્યા પરંતુ ભક્તોના હૈયામાં જે શ્રધ્ધા અને ભક્તિ વસેલી છે તેને કોઈ વાયરસ દૂર કરી શકે એમ નથી. નવરાત્રી 2020ના વર્ચ્યુલ સેલિબ્રેશનને વધુ યાદગાર બનાવવા માટે બૉલીવુડના પ્લેબેક સિંગર શ્રીરામ ઐયર (Shriram Iyer) અને ગુજરાતી ગાયિકા સાંત્વની ત્રિવેદી (Santvani Trivedi)નું ગીત ‘ઝંખે રમવા રાસ’ રિલીઝ થઈ ગયું છે. જે ચારેય તરફથી પ્રશંસા મેળવી રહ્યું છે.

કૃષ્ણના વિરહમાં કાન્હા સાથે રાસ રમવા ઝંખતી રાધાની વેદનાને શબ્દોમાં બાંધવી ઘણી જ મુશ્કેલ છે તે છતાં પણ ‘ઝંખે રમવા રાસ’ ગીતની અંદર આ ઝંખના તમને સાંભળવા જ નહીં પરંતુ અનુભવવા પણ મળશે. આ ગીતમાં કર્ણપ્રિય અવાજ બૉલીવુડના ખ્યાતનામ પ્લેબેક સિંગર શ્રીરામ ઐયર અને ગુજરાતની સૌથી લોકપ્રિય ગાયિકા સાંત્વની ત્રિવેદીએ આપ્યો છે.  શ્રીરામ ઐયર આ ગીતના મ્યુઝિક ડાયરેક્ટર પણ છે. ગીતના શબ્દો લખ્યા છે સૌરભ પંડયાએ.

ગીતની અંદર રાધા-કૃષ્ણના નૃત્યમાં જોવા મળી રહ્યા છે રિયાલિટી ડાન્સ શો દ્વારા ખ્યાતિ મેળવનાર પંક્તિ પાઠક અને તમેનો સાથ આપ્યો હર્ષ અડવાણીએ આપ્યો છે. બૉલીવુડના પ્લેબેક સિંગર અને ગુજરાતી ગાયિકાની અનોખી જુગલબંધીનું આ ગીત લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. આ ગીત સાંત્વની ત્રિવેદીની ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, સાંત્વની ત્રિવેદી ગુજરાતમાં સોલફૂલ ગીતો માટે ખૂબ જ પ્રસિદ્ધ છે અને ગુજરાતના અગ્રણી યુટ્યુબર તરીકે ખુબ પ્રખ્યાત છે. યુટ્યુબ પર સાંત્વની ત્રિવેદીના સવા લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. તેના લોકપ્રિય ગીતોમાં ‘વહાલો દરિયો’ (કવર સોન્ગ), ‘ઊંચી તલાવડી’, ‘વા વાયાને વાદળ’, ‘વાદલડી વરસી’, ‘ગુજરાતી લવ મેશઅપ’નો સમાવેશ થાય છે.

જ્યારે, શ્રીરામ ઐયર બૉલિવુડના જાણીતા સિંગર છે. તેમણે ‘મણિકર્ણિકા’, ‘ઇકબાલ’, ‘નો વન ક્લિડ જેસિકા’ જેવી ફિલ્મોમાં પ્લેબેક સિંગરની ભૂમિકા ભજવી છે.

entertainment news dhollywood news navratri gujarati film