હેલ્લારો ફેમ નીલમ પંચાલે કર્યા હોવર બૉર્ડ પર ગરબા, જુઓ વીડિયો

25 January, 2021 10:46 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

હેલ્લારો ફેમ નીલમ પંચાલે કર્યા હોવર બૉર્ડ પર ગરબા, જુઓ વીડિયો

ફાઇલ ફોટો

નેશનલ એવૉર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારો ફેમ અભિનેત્રી નીલમ પંચાલનો એક વીડિયો તાજેતરમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગુજરાતીપણાંની એક ખાસ ઝલક જોવા મળે છે. આ વીડિયો અભિનેત્રીએ પોતે પોતાના ફેસબૂક વેરિફાઇડ અકાઉન્ટ પરથી શૅર કર્યો છે.

અભિનેત્રી નીલમ પંચાલ આ વીડિયોમાં હેલ્લારોના ગીત પર હોવર બૉર્ડ પર ગરબા કરતી જોવા મળે છે, સાથે જ તેને સ્પરી નાયક હોવર બૉર્ડ શીખવી રહી છે અને તે ખૂબ જ ખુશ દેખાય છે. અભિનેત્રીએ આ વીડિયો શૅર કરવાની સાથે કૅપ્શનમાં લખ્યું છે કે હું હોવર બૉર્ડ શીખી રહી છે અને મારા પર વિશ્વાસ કરો કે આ સહેજ પણ સરળ નથી.

સાથે જ અભિનેત્રીએ કેટલાક હેશટૅગ પણ ઉમેર્યા છે જેમ કે, ફન, ફની વીડિયોઝ, ફન ટાઇમ્સ, લર્નિંગ, હોવર બૉર્ડ, કૉમેડી, એન્જૉય, લાઇફ, લવ વગેરે...

આ પણ વાંચો : Nilam Paanchal: પોતાના બર્થ ડે પર જાતે જ પોતાને માટે મેળવી આ યુનિક ગિફ્ટ !

નીલમ પંચાલ એટલે કે હેલ્લારો ફિલ્મની લીલા. નીલમ પંચાલ જે એક રાષ્ટ્રીય એવોર્ડ વિનિંગ ફિલ્મનો હિસ્સો રહ્યાં છે તેમણે પોતાની જિંદગીમાં જાતભાતનાં દ્રશ્યો ભજવાતા જોયા છે અને તેમાં તો નાટ્યશાસ્ત્રનાં બધાં જ રસ આવી ગયાં સમજો. તાજેતરમાં જ અભિનેત્રીએ 21મું ટીફિનનું શૂટ પૂરું કર્યું છે.

dhollywood news entertainment news television news indian television