ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની અભિનેત્રી ભૂમિ પટેલનું કૅન્સરથી મૃત્યુ

29 November, 2020 06:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની અભિનેત્રી ભૂમિ પટેલનું કૅન્સરથી મૃત્યુ

ભૂમિ પટેલ

ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ‘હેલ્લારો’ ફિલ્મે એક અલગ છાપ છોડી છે. આ ફિલ્મ જેટલી સ્પેશ્યલ હતી એટલા જ સ્પેશ્યલ એના કલાકારો પણ હતા. આ ફિલ્મમાં કામ કરનાર ભૂમિ પટેલનું ગઈ કાલે મૃત્યુ થયું છે. નૅશનલ અવૉર્ડ મેળવનાર ગુજરાતી ફિલ્મમાં કામ કરનાર ભૂમિએ ડાન્સરની ભૂમિકા ભજવી હતી. ગુજરાતી પહેરવેશ અને ગુજરાતની વાર્તા પર આધારિત આ ફિલ્મમાં ડાન્સનું ખૂબ મહત્ત્વ હતું, જેનું પાત્ર ભૂમિએ ખૂબ સારી રીતે ભજવ્યું હતું. ભૂમિનું મૃત્યુ બ્લડ-કૅન્સરને કારણે થયું છે અને એની સામે તે ઘણા સમયથી લડી રહી હતી.

entertainment news gujarati film dhollywood news