મલ્હાર ઠાકરની ફિલ્મ 'સારા ભાઈ'નો મોશન લોગો થયો રિલીઝ

31 December, 2019 01:21 PM IST  |  Mumbai

મલ્હાર ઠાકરની ફિલ્મ 'સારા ભાઈ'નો મોશન લોગો થયો રિલીઝ

મલ્હાર ઠાકર

મલ્હાર ઠાકરની ફિલ્મ સારા ભાઈનો મોશન લોગો  રિલીઝ થયો છે. ફિલ્મમાં તેની સાથે પૂજા ઝવેરી પણ છે. નીરજ જોશીની આ ફિલ્મની મલ્હારે ડૉ. વિક્રમ સારાભાઈની 100મી જન્મજયંતિ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાહેરાત કરી હતી. હવે ફિલ્મનો મોશન લોગો પણ રિલીઝ થઈ ગયો છે.

ફિલ્મમાં મલ્હારની સામે પૂજા ઝવેરી જોવા મળશે. મલ્હાર શિક્ષકની ભૂમિકામાં છે. નીરજ જોશી અને મલ્હાર આ પહેલા ફિલ્મ કેશ ઓન ડિલીવરીમાં સાથે કામ કરી ચુક્યા છે. ફિલ્મનું મ્યુઝિક પાર્થ ભરત ઠક્કર આપી રહ્યા છે. જ્યારે લીરિક્સ નિરેન ભટ્ટે લખ્યા છે.


મલ્હારની ફિલ્મોની વાત કરીએ તો જલ્દી જ તેની ફિલ્મ વિકીડાનો વરઘોડો આવી રહી છે. 2019માં તેની ફિલ્મ સાહેબ રિલીઝ થઈ હતી. જેને સારા પ્રતિભાવો મળ્યા હતા. સાથે મલ્હાર માનસી પારેખ સાથેની વેબ સીરિઝ ડુ નોટ ડિસ્ટર્બમાં પણ જોવા મળ્યો હતો.

આ પણ જુઓઃ મલ્હાર ઠાકરની ટી શર્ટ સ્ટાઈલ કરો ફોલો, લાગશો સુપર કૂલ

Malhar Thakar dhollywood news gujarati film