પાર્થ ભરત ઠક્કરનું નવું મરાઠી ગીત 'મોરયા' થયું રિલીઝ, અહીં સાંભળો

02 September, 2019 02:31 PM IST  |  મુંબઈ

પાર્થ ભરત ઠક્કરનું નવું મરાઠી ગીત 'મોરયા' થયું રિલીઝ, અહીં સાંભળો

જાણીતા સિંગર કમ્પોઝર પાર્થ ભરત ઠક્કરનું નવું સિંગલ રિલીઝ થઈ ચૂક્યુ છે. દેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે, ત્યારે પાર્થ ભરત ઠક્કરે પણ ગણેશ ચતુર્થી નિમિત્તે પાર્થે મરાઠી ગીત 'મોરયા' રિલીઝ કર્યું છે. આ ગીતની ખાસ વાત એ છે કે પહેલીવાર પ્રતીક ગાંધી, ભામિની ગાંધી અને તેમની પુત્રી મિરાયા સ્ક્રીન પર સાથે દેખાઈ રહ્યા છે.

પાર્થ ભરત ઠક્કરે મોરયા ગીતથી બપ્પાને ગણેશ ચતુર્થી નિમિત્તે યાદ કર્યા છે. આ ગીત તેમની યુટ્યુબ ચેનલ પર ગણેશચતુર્થીની પૂર્વ સંધ્યાએ રિલીઝ કરાયું છે. ગીતને પાર્થે જ પ્રોડ્યુસ કર્યું છે, અને મ્યુઝિક પણ તેમણે જ કમ્પોઝ કર્યું છે. તો ગીતને પાર્થની સાથે સાથે જાણીતા સિંગર સિદ્ધાર્થ મહાદેવને ગાયું છે. આ મરાઠી ગીતના શબ્દો અંબરીશ દેશપાંડેએ લખ્યા છે. જ્યારે ગીતનું વીડિયો વર્ઝન વિજય કદમે ડિરેક્ટ કર્યું છે. આ પહેલા 15 ઓગસ્ટ નિમિત્તે પણ પાર્થ ભરત ઠક્કરનું સિંગલ 'એ મેરે દેશ' રિલીઝ થયું હતું, જેને પણ વિજય કદમે જ ડિરેક્ટ કર્યું હતું.

અહીં સાંભળો ગીત.

ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન ગણેશનું આ ગીત તમારા માટે પણ આધ્યાત્મિક માહોલ બનાવી દેશે. આ ગીતમાં પહેલીવાર એક્ટર પ્રતીક ગાંધી પત્ની ભામિની ઓઝા ગાંધી અને પુત્રી મિરાયા સાથે સ્ક્રીન શૅર કરી ચૂક્યા છે. પ્રતીક ગાંધી અને ભામિની ગાંધી નાટકોમાં તો સાથે દેખાઈ ચૂક્યા છે, પરંતુ સ્ક્રીન પર બંને પહેલીવાર સાથે આ સોંગમાં જ દેખાયા છે.

આ પણ વાંચોઃ પાર્થ ઠક્કરઃ10 વર્ષની ઉંમરથી જ બની ગયા હતા પ્રોફેશનલ કમ્પોઝર

પાર્થે 15 ઓગસ્ટે એ મેરે દેશ ગીત રિલીઝ કર્યા બાદ દેશની તમામ ભાષામાં ગીત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે બાદ તેમનું આ મરાઠી ગીત રિલીઝ થયું છે. આ પહેલા પાર્થ મરાઠી ફિલ્મોમાં મ્યુઝિક પણ આપી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે પાર્થ ઠક્કર બે યાર, લવની ભવાઈ, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, સુપરસ્ટાર, દાવ થઈ ગયો યાર જેવી ફિલ્મોમાં મ્યુઝિક આપી ચૂક્યા છે. પાર્થને ફિલ્મ શરતો લાગુ માટે ટ્રાન્સમીડિયા બેસ્ટ કમ્પોઝરનો એવોર્ડ મળી ચૂક્યો છે.

Pratik Gandhi parth thakkar entertaintment