મોન્ટુની બિટ્ટુઃઆ રીતે શૂટ થયું છે ગીત 'પાક્કી અમદાવાદી'

13 August, 2019 03:55 PM IST  |  અમદાવાદ

મોન્ટુની બિટ્ટુઃઆ રીતે શૂટ થયું છે ગીત 'પાક્કી અમદાવાદી'

આ રીતે શૂટ થયું છે ફિલ્મનું ગીત

આરોહી પટેલની અપકમિંગ ફિલ્મ મોન્ટુની બિટ્ટુની રિલીઝ આડે હવે ગણતરીના દિવસો બાકી છે. આરોહી, મૌલિક નાયક અને મેહુલ સોલંકીની આ ફિલ્મની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. ફિલ્મ 23 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ત્યારે ફિલ્મના ગીતો સુપરહિટ થઈ રહ્યા છે. ખાસ કરીને ફિલ્મનું ગીત 'બિટ્ટુ અમદાવાદી' લોકોને ખૂબ પસંદ આવ્યું છે. હવે ફિલ્મના મેકર્સે આ ગીતનું મેકિંગ રિલીઝ કર્યું છે.

ઉલ્લેખનીય છે મોન્ટુની બિટ્ટુએ અમદાવાદની પોળમાં રહેતી યુવતીની સ્ટોરી છે. ફિલ્મમાં પોળનું કલ્ચર દર્શાવવામાં આવ્યું છે. ત્યારે બિટ્ટુ અમદાવાદની ગીતનું શૂટિંગ પણ પોળમાં જ થયું છે. આ ગીતની ખાસ વાત એ છે કે તેમાં પોળનો આખો માહોલ વણી લેવામાં આવ્યો છે. અમદાવાદની પોળની દરેક વાતો આ ગીતમાં વણી લેવાઈ છે. 'બિટ્ટુ અમદાવાદી' ગીતના શબ્દો દિલીપ દવેએ લખ્યા છે. જ્યારે કોરિયોગ્રાફી DID ફેમ પ્રિન્સ ગુપ્તાએ કરી છે. તો ગીતને જાણીતા ગુજરાતી સંગીતકાર મેહુલ સુરતીએ કમ્પોઝ કર્યું છે. ગીતના લીડ સિંગર સિદ્ધાર્થ ભાવસાર છે.

આ રહ્યું ગીતનું મેકિંગ

આ ગીતની રસપ્રદ વાત એ પણ છે કે ગીતમાં 48 સિંગર્સનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત આ ગીત અંગે બીજી રસપ્રદ વાત એ છે કે મેહુલ સૂરતીએ આ ગીતને બ્રાઝિલિયન પેટર્નથી રેકોર્ડ કર્યું છે. આ ગીતમાં શું ખાસ છે, એ તો તમે જોશો એટલે સમજી જ જશો. પાક્કી અમદાવાદી.. બિટ્ટુ અમદાવાદી આ ગીત દિલીપ દવેએ લખ્યું છે. મેહુલ સૂરતીએ ગીત અંગે વાત કરતા વધુમાં કહ્યું હતું,'ગીત માટે મેં જુદી જુદી 5 ટ્યુન બનાવી હતી. આખરે અમે બીજા નંબરની જે ટ્યુન હતી એ નક્કી કરી. આ ટ્યુનમાં પોળની ફીલ આપવાનો પ્રયાસ વધુ સારો થયો છે.'

આ પણ વાંચોઃ Nadia Himani:ક્રિમિનલ લૉયર બનવા ઈચ્છતા હતા સાવજ એક પ્રેમગર્જનાની 'મોંઘી'

વિજયગિરી બાવાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'માં આરોહી, મૌલિક નાયક અને મેહુલ સોલંકી લીડ રોલમાં છે. આ ઉપરાંત હેમાંગ શાહ, હેપ્પી ભાવસાર અને પિંકી પરીખ પણ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ 23 ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે.

Raam Mori aarohi patel gujarati film