'મોન્ટુની બિટ્ટુ'નું બાહુબલી, પદ્માવત, બાજીરાવ મસ્તાની સાથે છે કનેક્શન

03 August, 2019 02:44 PM IST  |  અમદાવાદ

'મોન્ટુની બિટ્ટુ'નું બાહુબલી, પદ્માવત, બાજીરાવ મસ્તાની સાથે છે કનેક્શન

ફિલ્મ મોન્ટુની બિટ્ટુનું પોસ્ટર

અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'નું ટ્રેલર અને ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે. ફિલ્મના ટ્રેલરને વિજયગિરી ફિલ્મોઝની યુટ્યુબ ચેનલ પર લોન્ચ કરાયું હતું. વિજયગિરી બાવાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મના ટ્રેલરને જબરજસ્ત ફીડબેક મળ્યો છે. આરોહી, મૌલિક નાયક અને મેહુલ સોલંકીની આ ફિલ્મને જોવા માટે લોકો ઉત્સાહિત છે. ફિલ્મના ગીતો પણ દર્શકોને પસંદ આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં કુલ 6 ગીતો છે. ત્યારે રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મનું બોલીવુડ અને હોલીવુડ સાથે પણ કનેક્શન છે.

જી હાં, તમને જાણીને આશ્ચર્ય થશે સાથે સાથે ગૌરવ પણ થશે કે આ અપકમિંગ ગુજરાતી ફિલ્મનું કનેક્શન બાહુબલી, પદ્માવત, બાજીરાવ મસ્તાની, બાટલા હાઉસ અને હોલીવુડની સ્નેક ઈન ધી પીક જેવી ફિલ્મો સાથે કનેક્શન છે. આ કનેક્શન છે બોલીવુડના જાણીતા સાઉન્ડ મિક્સર જસ્ટિન જોઝ. બાહુબલી જેવી બ્લોકબસ્ટર અને પદ્માવત, બાજીરાવ મસ્તાની સહિત હોલીવુડની ફિલ્મોમાં સાઉન્ડ મિક્સ કરી ચૂકેલા જસ્ટિન જોઝે પહેલીવાર ગુજરાતી ફિલ્મોનો સાઉન્ડ મિક્સ કર્યો છે. આ ઉપરાંત જસ્ટિન જોઝ સાથે સાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં બોલીવુડની ફિલ્મો કરી ચૂકેલા યશ દરજી સાઉન્ડ ડિઝાઈનર તરીકે 'મોન્ટુની બિટ્ટુ'થી ડેબ્યુ કરી રહ્યા છે.

બોલીવુડના આટલા મોટા સાઉન્ડ મિક્સર આર્ટિસ્ટને ગુજરાતી ફિલ્મમાં લેવા અંગે વાત કરતા ડિરેક્ટર વિજયગિરી બાવાનું કહેવું છે કે,'મોન્ટુની બિટ્ટુએ પોળની સ્ટોરી છે, મ્યુઝિકલ જર્ની છે. એટલે પોળનું એમ્બિયન્સ લોકોને અનુભવાવું જોઈએ. ગુજરાતી ફિલ્મોમાં સાઉન્ડ ડિઝાઈનિંગ અને મિક્સિંગ પર ઓછું ફોકસ થાય છે. પણ મારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું હતું, એટલે મેહુલ સૂરતી સાથે ખૂબ લાંબી ડિસ્કશન થઈ કે કોને સોંપશું આ કામ. વાત કરતા કરતા જસ્ટિન જોઝનું નામ નક્કી કર્યું. પછી મુશ્કેલી એ હતી કે એ ગુજરાતી ફિલ્મ કરશે કે નહીં. જો યશે જસ્ટિન જોઝ સાથે બોલીવુડના પ્રોજેક્ટ કર્યા છે. એટલે અમે જસ્ટિનને એપ્રોચ કર્યો. યશે પણ કહ્યું. અને જસ્ટિનને આ સ્ટોરી અને ફિલ્મનું લેવલ ગમ્યું એટલે એમણે હા પાડી.'

રસપ્રદ વાત એ છે કે જસ્ટિન જોઝ સાથે બોલીવુડના પ્રોજેક્ટ કરી ચૂક્યા છે, ત્યારે મોન્ટુની બિટ્ટુએ સાઉન્ડ ડિઝાઈનર તરીકે યશની પણ ડેબ્યુ ફિલ્મ છે. યશ દરજીનું કહેવું છે કે,'મારા જસ્ટિન સાથે ખૂબ સારા ટર્મ્સ છે, એ મારા કામથી પ્રભાવિત પણ છે. એટલે મેં કહ્યું કે સર હું મોન્ટુની બિટ્ટુ કરુ છું, તો એ પણ રેડી થઈ ગયા, કે તુ કરે છે તો હું પણ કરીશ. બસ આ રીતે જસ્ટિને મોન્ટુની બિટ્ટુ માટે સાઉન્ડ મિક્સ કર્યો.' યશ દરજી બોલીવુડમાં સત્યમેવ જયતે, રેસ થ્રી, કેસરી, જલેબી જેવી ફિલ્મોમાં સાઉન્ડ એડિટર તરીકે કામ કરી ચૂક્યા છે. યશે ફ્લોરિડાની ફૂલસેલ યુનિવર્સિટીમંથી બેચલર ઓફ સાયન્સ ઈન રેકોર્ડિંગ આર્ટ્સની ડિગ્રી મેળવી છે. અને સાઉન્ડ ડિઝાઈનમાં સ્પેશિયલાઈઝેશન કર્યું છે. ત્યારે હવે આ ધૂરંધરોની એન્ટ્રીથી મોન્ટુની બિટ્ટુનું લેવલ વધુ ઉંચકાયું છે.

આ પણ જુઓઃAlisha Prajapati: આ ગુજ્જુ ગર્લ થિયેટર આર્ટિસ્ટમાંથી બની ફિલ્મ સ્ટાર

મોન્ટુની બિટ્ટુમાં આરોહી પટેલ, મૌલિક નાયક અને મેહુલ સોલંકી લીડ રોલમાં છે. આ ફિલ્મમાં અમદાવાદની પોળના કલ્ચરની સ્ટોરી છે. ફિલ્મ એક રોમેન્ટિક લવસ્ટોરી છે. વિજયગિરી ફિલ્મોઝની 'મોન્ટુની બિટ્ટુ' 23 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.

Raam Mori gujarati film aarohi patel