અભિનેતા મયૂર ચૌહાણને કેમ બે વર્ષે 'વિક્રમ' જેવુ લાગે ?

19 May, 2019 02:44 PM IST  | 

અભિનેતા મયૂર ચૌહાણને કેમ બે વર્ષે 'વિક્રમ' જેવુ લાગે ?

કરસનદાસ પે એન્ડ યુઝ પોસ્ટર

'કરસનદાસ પે એન્ડ યૂઝ'ના સ્ટાર મયૂર ચૌહાણને આજે અચાનક વિક્રમ જેવી ફિલિંગ આવી રહી છે. મયૂર ચૌહાણ સ્ટારર ગુજરાતી ફિલ્મ 'કરસનદાસ પે એન્ડ યૂઝ'ની આજે બીજી એનિવર્સરી છે. ફિલ્મમાં પે એન્ડ યૂઝમાં કામ કરતા મયૂર અને દીક્ષા જોશીની પ્રેમ સ્ટોરીને લોકો દ્વારા ખુબ વખાણવામાં આવી હતી. ફિલ્મે 2 વર્ષ પૂરા કરતા મયૂર ચૌહાણે ફિલ્મને યાદ કરતા પોસ્ટ શૅર કરી હતી. મયૂરે પોસ્ટમાં લોકોને ફિલ્મને પ્રેમ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતી ફિલ્મ 'કરસનદાસ પે એન્ડ યૂઝ' ક્રિષ્નાદેવ યાજ્ઞનિકે ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં મયૂર ચૌહાણની સાથે દિક્શા જોશી સાથે હેમાંગ શાહ સપોર્ટીંગ રોલમાં જોવા મળ્યા હતા. છેલ્લા દિવસ પછી ક્રિષ્નાદેવ યાજ્ઞનિકે કરસનદાસ પે એન્ડ યૂઝ ડિરેક્ટ કરી હતી અને લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. મયૂર ચૌહાણે પોસ્ટ શૅર કરતા લખ્યુ હતું કે, 'બે વરહ થઇ જયા !'. મયૂર ચૌહાણે ફિલ્મ સાથે જોડાયેલા દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: રાજકોટની આ હોટ અભિનેત્રી કરશે ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી

ફિલ્મમાં તિલોક (મયૂર ચૌહાણ)અને તેનો ભાઈ (હેમાંગ શાહ)પે એન્ડ યુઝ ચલાવે ત્યારે તિલોક અને જયા(દીક્ષા જોશી) એકબીજાના પ્રેમમાં પડે છે. ફિલ્મમાં લવસ્ટોરી સાથે ઘણા ટર્નિંગ પોઈન્ટ્સ જોવા મળે છે જો કે આ બધા સાથે કૃષ્ણદેવ યાજ્ઞનિક દર્શકોને હસાવવાનું ભુલતા નથી. વિચિત્ર ડાયલોગ્સ, સ્ટાઈલના કારણે લોકોને ખુબ હસાવ્યા હતા. ફિલ્મના અંતે તિલોકને તેની જયા મળી જાય છે.

dhollywood news entertaintment Mayur Chauhan