પુરી પાણી મસાલેદાર જોડીની ચટાકેદાર લવ સ્ટોરી શેમારૂમી  પર..

24 September, 2021 04:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ બે પરિવારની સ્ટોરી છે. ભૌમિક સંપટ કેવી રીતે મહેનત કરીને આગળ વધે છે અને સફળ બિઝનેસમેન બને છે. જીનલ બેલાની ફેશન ડિઝાઈનર છે, અને બંનેની ફેમિલી કેવી રીતે એકબીજાને મળે છે.

તસવીર સૌજન્ય પીઆર

ગુજરાતી વેબ સિરીઝ પુરી પાણી એ મસાલેદાર ચટપટા કપલની સ્ટોરી છે, બધી જોડી પુરી પાણી જેવી જ હોય છે.. કોઈ ખાલી પુરી જેવું તો કોઈ મીઠું પાણી કે તીખું પાણી જેવું.. આ વેબ સિરીઝમાં પણ આવુજ કઈ છે..

આ બે પરિવારની સ્ટોરી છે. ભૌમિક સંપટ કેવી રીતે મહેનત કરીને આગળ વધે છે અને સફળ બિઝનેસમેન બને છે. જીનલ બેલાની ફેશન ડિઝાઈનર છે, અને બંનેની ફેમિલી કેવી રીતે એકબીજાને મળે છે.

ભૌમિક સંપટના મતે "અભિનય વિશ્વનું સૌથી અઘરું કામ છે. મેં આ પાત્રમાં મારું શ્રેષ્ઠ આપવાન પ્રયાસ કર્યો છે. આવું જ કોઈ પાત્ર કરવાની મારી ઈચ્છા હતી. આઈ એમ શ્યોર કે તમને આ  કેરેક્ટર ગમશે, મેં દિલથી મહેનત કરી છે "

એક્ટ્રેસ જીનલ બેલાણી કહે છે  “મારું આવું પાત્ર જે રોમાંચક, પ્રેમાળ છે . ગુજરાતી વેબ સિરીઝમાં આવો રોલ કરવાનો મોકો મળ્યો . પ્રેક્ષકોને આ રોલ ગમશે, આવા કેરેક્ટર ભજવવાની તક મળી એની માટે હું શેમારૂની દિલ થી આભારી છું.

મુનિ ઝાં કહે છે કે મારી માટે તો ખુબ આનંદની વાત છે કે હું આ સિરીઝમાં જીનલ બેલાણીના પિતાનો કિરદાર નિભાવી રહ્યો છું, આ એવી સ્ટોરીમાં પિતાજીનો એવો રોલ કરું છે જે એક પ્રેમાળ સાથે કોમેડી કેરેક્ટર  છે.

સેજલ શાહનું કહેવું  હું ખુશ છું કે ફરી એક વાર મને શેમારૂ સાથે જોડાવાનો અવસર મળ્યો. પુરી પાણી જોવાનું ચૂકશો નહીં. પુરી પાણી એ એક રોમાન્ટિક, સાથે જીવનની સાચી દિશા બતાવનારી પરિવાર સાથે એન્ટરમેન્ટ માણી શકો એવી વેબ સિરીઝ છે. આમાં મેં માતાનો રોલ કર્યો છે .

શેમારૂમી એ ગુજરાતી એન્ટરમેન્ટ જે દુનિયાભરમાં ફેમસ અને દર અઠવાડિયે એક નવું કન્ટેન્ટ દરેક ગુજરાતી સુધી પહોંચાડતું એક માત્ર એપ્લિકેશન છે. ૫૦૦ થી વધુ ગુજરાતી કન્ટેન્ટ ધરાવતું શેમારૂમી તમે દુનિયાના કોઇપણ ખૂણેથી એન્જોય કરી શકો છો. 

 

dhollywood news entertainment news