Lockdown Creativity: જુગલબંધી માટે થયેલો અનોખો જુગાડ, ક્લાસિક સર્જન

10 May, 2020 04:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Lockdown Creativity: જુગલબંધી માટે થયેલો અનોખો જુગાડ, ક્લાસિક સર્જન

કોરોના વાયરસ (COVID-19)ને લીધે લાગૂ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનને લીધે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસટ્રીનું કામકાજ ઠપ થઈ ગયું છે. ત્યારે ચાહકો અને પ્રેક્ષકોને એન્ટરટેઈન કરવા માટે કલાકારો ઘરમાં રહીને પણ કંઈકને કઈ નવી પ્રવૃત્તિઓ કરતા જ રહે છે, તાજેતરમાં મ્યુઝિક ડાયરેક્ટર પાર્થ ભરત ઠક્કરે એક જબરજસ્ત જુગલબંધીનું સર્જન કર્યું છે.

પાર્થે પાંચ ગાયકો સાથે મળીને 'જુગાડબંધી' નામનું એક ગીત બનાવ્યું છે. આ ગીત વિષે પાર્થે કહ્યું હતું કે, અમે બધાએ ઘરે જ રહીને આ ગીત રેકોર્ડ કર્યું છે. લૉકડાઉન છે એટલે કંઇપણ સર્જન કરવાનું હોય તો જુગાડ કરીને જ બનાવવું પડે એટલે જ અમે ગીતનું નામ પણ જુગાડબંધી આપ્યું છે. ગીતમાં એક નવતર પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. અમે આમાં એક ક્વર્કી  બ્રેક લીધો છે, જોનારને લાગે કે જાણી ગીત પુરું થઇ ગયું, પણ ખરેખર તો એક લાંબા 'સમ' જેવી ક્ષણ છે અને સંગીત ફરી શરૂ થાય છે." તમે આ સર્જન અહીં જોઇ શકશો.

ગીતના બોલ પ્રિયા સરૈયાના છે. વૉકલિસ્ટ શાલ્મલી, મામે ખાન, પાર્થ ભરત ઠક્કર છે. જ્યારે ડ્રમ્સ પર દર્શન દોશી અને સિતાર પર પુરબ્યાન ચેટર્જી, ગિટાર અને બાસ ન્યાઝીલનું છે. આ સર્જનને મસ્ત મજાનો પ્રતિસાદ મળી રહ્યો છે.

entertainment news bollywood coronavirus covid19