ખુશી શાહે 'અફરા-તફરી'ના કૉસ્ટાર સાથે લાઈવ ચેટમાં કરી ધમાલ

09 April, 2020 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ખુશી શાહે 'અફરા-તફરી'ના કૉસ્ટાર સાથે લાઈવ ચેટમાં કરી ધમાલ

ખુશી શાહ અને મિત્ર ગઢવી ફિલ્મ 'અફરા તફરી'માં

14 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી હૉરર કૉમેડી ડ્રામા ફિલ્મ 'અફરા તફરી' દ્વારા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી ખુશી શાહ અત્યારે લૉકડાઉનના સમયનો ભરપુર ઉપયોગ કરી રહી છે અને મજા પણ કરી રહી છે. સોશ્યલ મિડિયા પર ખુશીના ફૅન ફોલોઈંગનો બહોળો વર્ગ છે. પોતાની લાઈફમાં શું ચાલી રહ્યું છે અને લૉકડાઉન દરમ્યાન તે શું કરી રહી છે તે ફૅન્સને જણાવવા ખુશીએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ કર્યુઁ હતું. જેમાં તેણે 'અફરા તફરી'ના કૉ-સ્ટાર સાથે ધમાલ મસ્તી કરી હતી અને ગીત પણ ગાયું હતું.

ખુશી શાહ ઈન્સ્ટાગ્રામના લાઈવ ચેટ દરમ્યાન 

લાઈવ ચેટની શરૂઆતમાં ખુશીએ તેના હૉમ થિયેટરમાં મલ્હાર ઠાકર સાથેનં તેનું પંજાબી વિડિયો સોન્ગ 'આઝમાકે ના દેખી' વગાડયું હતું અને ગાયુ પણ હતું. એટલું જ નહીં ચેટ દરમ્યાન 'અફરા તફરી'ના કૉ-સ્ટાર મિત્ર ગઢવીને ઈનક્લયુડ કરીને ફૅન્સને સરપ્રાઈઝ આપી હતી. બન્ને જણે ફિલ્મની યાદો તાજી કરી હતી અને શુટિંગ સમયના તેમના સંસ્મરણો પણ વાગોળ્યા હતા.

આ પણ જુઓ: Dhollywood: અભિનેત્રી ખુશી શાહ સેલ્ફ ક્વોરન્ટાઈનના સમયમાં શું કરે છે, જુઓ તસવીરોમાં...

ખુશી અત્યારે તેના સુરત સ્થિત ઘરમાં પતિ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે અને નવી-નવી એક્ટિવિટિઝ પણ કરી રહી છે.

coronavirus covid19 Malhar Thakar