ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતનો મામલોઃ કિંજલ દવેએ કરી હાઈકોર્ટમાં અરજી

22 January, 2019 05:20 PM IST  | 

ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતનો મામલોઃ કિંજલ દવેએ કરી હાઈકોર્ટમાં અરજી

કિંજલ દવે ચાર ચાર બંગડી વાળી ગીત મામલે પહોંચી હાઈકોર્ટમાં(તસવીર સૌજન્યઃ કિંજલ દવે ઈન્સ્ટાગ્રામ)

ઓસ્ટ્રેલિયામાં રહેતા કાઠિયાવાડી કિંગ નામને ઓળખાતા કાર્તિક પટેલ નામના યુવકે દાવો કર્યો હતો કે ચાર ચાર બંગડી વાળી ગીત મૂળ તેણ લખેલું છે અને કિંજલ પટેલે તેની નકલ કરી છે. જે બાદ કોમર્શિયલ કોર્ટે કોઈ પણ પ્રોગ્રામમાં આ ગીત ન ગાવા અને ઈન્ટરનેટ પરથી આ ગીત હટાવી લેવાનો આદેશ આપ્યો હતો.

ગીત પરના કોપીરાઈટના કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેના પર વધુ એક દિવસનો સ્ટે આપવામાં આવ્યો છે. કિંજલ દવેએ કોપીરાઈટના આ મામલાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ મામલે બુધવારે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચોઃ ઉંમર અથવા લાઇફના કોઈ પણ સ્ટેજની અસર મહિલાઓની કરીઅર પર ન થવી જોઈએ : કરીના

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં રહેતા કાર્તિક પટેલે આ ગીત પોતે લખીને ગાયું હોવાનો દાવો કર્યો હતો. કાર્તિક પટેલનો દાવો હતો કે ગીત તેમણે લખ્યું છે અને કિંજલ દવેએ તેની નકલ કરી છે. તેમની કંપનીએ કૉપી રાઈટ એક્ટ અંતર્ગત કહ્યું હતું કે આ ગીતનો વીડિયો 2016માં યુટ્યુબ પર અપલોડ કરાયો હતો, તેના એક જ મહિના બાદ કિંજલ દવેએ થોડા ફેરફાર સાથે આ ગીત ગાયું હતું. પરંતુ ગીત લખનારને કોઈ ક્રેડિટ અપાઈ નથી

gujarat