ગુજરાતી અભિનેત્રી ખુશી શાહનો નવો પ્રોજેક્ટ શરૂ

28 September, 2020 07:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી અભિનેત્રી ખુશી શાહનો નવો પ્રોજેક્ટ શરૂ

ખુશી શાહ અને તેની ટીમ

અભિનેત્રી ખુશી શાહ હાલ ખૂબ જ વ્યસ્ત છે. ખુશી શાહ અને તેની ટીમે નવા વેન્ચરની મૂહુર્ત પૂજા કરી છે.

ખુશી શાહની હિંદી વેબસિરીઝ લવ કોમ્પલીકેશન્સમાં ભરત ચાવડા, રાગી જાની, એકતા બચવાની, સોનાલી લીલી દેસાઈ, આકાશ ત્રિવેદી, ચેતન દૈયા અને પૂર્વી જોશીનો સમાવેશ છે.

ખુશી શાહે સોશ્યલ મીડિયામાં આ બાબતે કહ્યું કે, ફાઈનલી જે પ્રોજેક્ટની રાહ જોતી હતી તેની શરૂઆત થઈ છે. આ વાતને શૅર કરતા હું ખૂબ જ ખુશ છું.

ખુશી શાહની પહેલી ફિલ્મ અફરા તફરીનો ટોરોન્ટો ગુજરાતી આઈકોનિક ફિલ્મ ફૅસ્ટિવલ 2020 (TGIFF 2020)માં સ્પેશ્યિલ મેશન્સનો એવોર્ડ મળ્યો છે.

ખુશી શાહે સોશ્યલ મીડિયામાં આ બાબતે પૉસ્ટ કરી કે, મારી લાગણીને હું શબ્દોમાં કહી શકતી નથી. મારા માટે આ ગર્વની વાત છે કે મારી પહેલી ફિલ્મ માટે મને ટોરોન્ટો ગુજરાતી આઈકોનિક ફિલ્મ ફૅસ્ટિવલમાં સ્પેશ્યિલ મેનશન્સનો એવોર્ડ મળ્યો છે.

અભિનેત્રી હાલ અમદાવાદમાં શિફ્ટ થઈ છે. હાલ તે વેબ સિરીઝ, મ્યુઝીક વીડિયો વગેરેમાં વ્યસ્ત છે.

entertainment news dhollywood news