આજે ઓપન થાય છે કર લો દુનિયા મુઠ્ઠી મેં

05 May, 2019 08:59 AM IST  |  મુંબઈ

આજે ઓપન થાય છે કર લો દુનિયા મુઠ્ઠી મેં

કર લો દુનિયા મુઠ્ઠી મેં

દેવાંગી શાહ અને અજય કાસુડે નિર્મિત, ઇમ્તિયાઝ પટેલ લિખિત-દિગ્દર્શિત ‘કર લો દુનિયા મુઠ્ઠી મેં’ એક સોશ્યો-કૉમેડી નાટક છે. નાટકના મુખ્ય કલાકારોમાં મુની ઝા, જયદીપ શાહ, દેવાંગી શાહ, બિજલ મહેતા, પ્રતીક જાદવ, હિતેશ પારેખ અને યશ ગજ્જર છે. પરંપરા અને આધુનિકતા વચ્ચે કેવી રીતે મેળ બેસાડવો એ વાતને અહીં હળવાશ સાથે અને રમૂજી રીતે કહેવામાં આવી છે. 

લાલુભાઈની પોતાની દુકાન છે. વર્ષોથી ચાલતી આ દુકાનથી હવે લાલુભાઈ થાક્યા છે. થાક્યા પણ છે અને દુકાનને કારણે હવે તેને સ્ટ્રેસ પણ રહેવા માંડ્યું છે. આનું કારણ છે દિવસે-દિવસે ઘટતું જતું સેલ. ઑનલાઇન શૉપિંગ અને મૉલની સામે કૉમ્પિટિશનમાં ટકી રહેવાની કોઈ ક્ષમતા આ દુકાન પાસે નથી. બિઝનેસમાં કસ નથી એટલે લાલુભાઈને દુકાનમાં પણ કોઈ રસ રહ્યો નથી. તે પોતે ઇચ્છે છે કે હવે તેનાં સંતાનો બિઝનેસમાં આવે એને બદલે સરસ કૉર્પોરેટ જૉબ કરે અને પોતાની લાઇફ એ દુનિયામાં સેટલ કરે. જોકે કહેવાય છેને કહ્યું ન કરે તેનું નામ સંતાન. લાલુભાઈની દીકરી દામિનીને જૉબમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. દામિની ફૅશન ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવા માગે છે. તેનું સપનું છે કે ફૅશન ઇન્ડસ્ટ્રીમાં તેની બ્રૅન્ડનું આગવું નામ બને અને તેની બોલબાલા વધે. બાપ ઇચ્છે છે કે દીકરી પોતાની દુનિયા સીમિત કરે અને દીકરી મુઠ્ઠીમાં દુનિયા કરવાના સપના સાથે ઝઝૂમી રહી છે. નાટકના રાઇટર-ડિરેક્ટર ઇમ્તિયાઝ પટેલ કહે છે, ‘સપનાંઓ જોવાનાં હોય, સપનાંઓ છે તો જ જીવન છે. પણ સાથોસાથ એ પણ હકીકત છે કે સપના સાથે જો વાસ્તવિકતા ભળે તો એ દુનિયા વધારે સરળ થઈ જતી હોય છે. આ જ વાતને અહીં હળવાશ અને માર્મિક રીતે કહેવામાં આવી છે.’

આ પણ વાંચો : Movie Review:'બઉ ના વિચાર' ? કે જોતા પહેલા વિચારવું પડશે ? વાંચો કેવી છે ફિલ્મ

નાટકનો શુભારંભ આજે બપોરે ચાર વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થઈ રહ્યો છે.

gujarat