કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સની ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી

22 May, 2026 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને આરતી પટેલ પણ ફિલ્મની સ્ટારકાસ્ટનો ભાગ છે

‘જિંદગી વન્સ મોર’ ૧૯ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે

ફિલ્મમેકર કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સની ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી  થઈ છે. ધર્મા પ્રોડક્શન્સ હવે વાર્તાકાર ફિલ્મ્સ સાથે મળીને કામ કરશે અને બન્નેએ આગામી ફિલ્મ ‘જિંદગી વન્સ મોર’ માટે હાથ મિલાવ્યો છે.

‘જિંદગી વન્સ મોર’ ૧૯ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને આરતી પટેલ પણ ફિલ્મની સ્ટારકાસ્ટનો ભાગ છે. ‘જિંદગી વન્સ મોર’ને ધર્મા પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહી છે, જ્યારે એનું નિર્માણ વાર્તાકાર ફિલ્મ્સે કર્યું છે. આ ફિલ્મ પિતા અને પુત્રના સંબંધ પર આધારિત એક ભાવનાત્મક વાર્તા રજૂ કરે છે.

dharma productions karan johar siddharth randeria upcoming movie gujarati film entertainment news dhollywood news