Video: જીમિત ત્રિવેદીએ ગુજરાતીમાં કર્યું RAP, આ હતી જીમિતની સરપ્રાઈઝ

29 May, 2019 02:18 PM IST  |  મુંબઈ

Video: જીમિત ત્રિવેદીએ ગુજરાતીમાં કર્યું RAP, આ હતી જીમિતની સરપ્રાઈઝ

જીમિત ત્રિવેદી

ગુજરાતી એક્ટર જીમિત ત્રિવેદી લાંબા સમયથી સોશિયલ મીડિયા પર ફોટોઝ પોસ્ટ કરીને સરપ્રાઈઝની વાત કરી રહ્યા હતા. ફાઈનલી હવે જીમિત ત્રિવેદીનું આ સરપ્રાઈઝ રીવિલ થઈ ચૂક્યુ છે. છેલ્લા કેટલાક સમયથી જીમિત ત્રિવેદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર કેડિયું અને ગ્લેર્સ પહેરીને ફોટોઝ શૅર કર્યા હતા. જો કે આ ફોટોઝ શેના હતા તેના વિશે તેમણે કોઈ ફોડ નહોતો પાડ્યો. હવે જીમિત ત્રિવેદીનું આ સિક્રેટ ખુલી ચૂક્યુ છે.

લગે રહો ગુજ્જુભાઈમાં એક યંગ યુટ્યુબરનો રોલ કરનાર જીમિત ત્રિવેદી ગુજરાતી રૅપર બન્યા છે. તાજેતરમાં જ એક ગુજરાતી ચેનલ દ્વારા મ્યુઝિક વીડિયો રિલીઝ કરાયો છે, જેમાં જીમિત ત્રિવેગી ગુજરાતીમાં રૅપ કરી રહ્યા છે. આ વીડિયોમાં ગુજરાતીઓની ખાસિયત વણી લેવાઈ છે. વીડિયો જીમિત ત્રિવેદી પર ફિલ્માવવામાં આવ્યો છે. વીડિયો જોઈને તમે પણ આ ગીત ગણતગણતા થઈ જશો.

આ રહ્યો વીડિયો

ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા જીમિતે આ અટાયરમાં કરેલી પોસ્ટથી ઘણા સવાલો સર્જાયા હતા. ફેન્સના મનમાં કુતુહલ પણ હતું. જીમિતની પોસ્ટ બાદ ચાહકોના મનમાં સવાલ ઉઠ્યા હતા રહ્યા છે કે આખરે જીમિતની આ પોસ્ટ શેની છે? જીમિત કોઈ નવી ફિલ્મ કરી રહ્યા છે કે પછી વેબ સીરિઝ? કે પછી કાંઈક અલગ જ. આ પહેલા પર જીમિતે કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં તેઓ એકદમ રોકસ્ટાર લાગી રહ્યા છે. આ પોસ્ટ સાથે પણ તેમણે લખ્યું હતું કે કાંઈક એક્સાઈટિંગ લઈને આવી રહ્યો છું. જોડાયેલા રહો.. જો કે હવે આ સિક્રેટ રિવીલ થઈ ચૂક્યુ છે.

આ પણ વાંચોઃ મળો એક ઉમદા વ્યક્તિ અને મલ્ટી ટેલેન્ટેડ ગુજરાતી જે. ડી. મજેઠિયાને

આ વીડિયો રિલીઝ થવાની સાથે જ જીમિત ત્રિવેદીના ફેન્સની ઈંતેજારીનો અંત આવ્યો છે. ફૅન્સ પર જીમિતના આ નવા અવતારને જોઈને ખુશખુશાલ છે. વર્કફ્રંટની વાત કરીએ તો જીમિત છેલ્લે બોલીવુડની ફિલ્મ મર્દ કો દર્દ નહીં હોતામાં દેખાયા હતા. આ ઉપરાંત તેઓ ગુજરાતી ફિલ્મ ચીલ ઝડપનું શૂટિંગ પુરુ કરી ચૂક્યા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.

jimit trivedi gujarati film