જિગરાના 'ઓધાજી' ગીતને રિલીઝના પહેલા જ દિવસે મળ્યા એક લાખથી વધુ વ્યૂ

31 December, 2019 01:19 PM IST  |  Ahmedabad | Adhirajsinh Jadeja

જિગરાના 'ઓધાજી' ગીતને રિલીઝના પહેલા જ દિવસે મળ્યા એક લાખથી વધુ વ્યૂ

જિગરદાન ગઢવી

જાણીતા ગાયક જિગરદાન ગઢવીનું ઓધાજી ગીત રિલીઝ થઈ ગયું છે. ઓધાજી જાણીતા ભજન "માને તો મનાવી લેજો રે, મારા વાલાને વધીને કહેજો જી" પર આધારિત છે. જે ઓધાજીના નામે જાણીતું છે. જિગરદાને આ જાણીતા ગીતને નવો ટચ આપ્યો છે અને તે ખૂબ જ સરસ છે. આ ગીતનું કલ્પના અને નિર્માણ પ્રિયા સરૈયાએ કર્યું છે. ટિપ્સ માટે જિગરદાને આ ગીત રેકોર્ડ કર્યું છે

ગીતનું ફિલ્માંકન લંડનમાં કરવામાં આવ્યું છે. જિગરદાન લંડનમાં રહેતો બતાવવામાં આવ્યો છે. તેને રાખડી જોઈને બાળપણ અને ઘરની યાદ આવે છે. લંડનની સ્ટ્રીટમાંથી સીધા ગામની ગલીઓમાં લઈ જવામાં આવે છે.

જિગરદાનનું આ ગીતની જાહેરાત થઈ ત્યારથી જ તેની રાહ જોવામાં આવી રહી હતી. રિલીઝ થતાની સાથે જ તેને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ગીતને ગણતરીના કલાકોમાં જ એક લાખથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. લોકો જૂના ભજનના આ રિફ્રેશિંગ વર્ઝનને પસંદ કરી રહ્યા છે. તમે પણ સાંભળો જીગરાનું આ ગીત અને કહો કેવું લાગ્યું!

આ પણ જુઓઃ જિગરદાન ગઢવીઃઆ ગુજરાતી રૉક સ્ટારની ડ્રેસિંગ સેન્સ છે ગજબની

Jigardan Gadhavi dhollywood news