રૉક સ્ટાર જિગરાનું ગીત 'તારા વગર' સુપરહિટ,માત્ર 4 દિવસમાં 1 લાખ વ્યૂઝ

19 June, 2019 06:32 PM IST  |  મુંબઈ

રૉક સ્ટાર જિગરાનું ગીત 'તારા વગર' સુપરહિટ,માત્ર 4 દિવસમાં 1 લાખ વ્યૂઝ

ગુજરાતી સિંગર, કમ્પોઝર જિગરદાન ગઢવી પાસે જાણે ગોલ્ડન ટચ છે. આ ગુજરાતી રૉક સ્ટાર અને ફેશન આઈકન જે ગીત જાય છે, તે સુપરહિટ થઈ જાય છે, પછી તે ફિલ્મનુ હોય કે તેનું ઓરિજિનલ કમ્પોઝિશન. તાજેતરમાં જ જિગરદાન ગઢવીએ પોતાની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયેલું સિંગલ 'તારા વગર' પણ સુપરહિટ થયું છે. જિગરાના આ ગુજરાતી સિંગલને માત્ર ચાર દિવસમાં એક લાખ કરતા વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે આ સિંગલ આખે આખું જિગરાનું ઓરિજિનલ કમ્પોઝિશન છે.

એટલે કે જિગરદાને ફક્ત 'તારા વગર' ગાયું જ નથી, તેના શબ્દો પણ જિગરદાને પોતે જ લખ્યા છે. આ ઉપરાંત ગીતનું કમ્પોઝિનશન પણ જિગરાએ પોતે કર્યું છે. એટલે કે આખે આખું ગીત જિગરદાનનું પોતાનું કમ્પોઝિશન છે. 14 જૂને જિગરદાને આ સિંગલ પોતાની યુટ્યુબ ચેનલ જિગરા પર રિલીઝ કર્યું હતું. આ રોમેન્ટિક સોંગ રિલીઝ થતાની સાથે જ વાઈરલ થઈ રહ્યું છે. જિગરાના ફૅન્સ તેને પોતાના વ્હોટ્સેએપ સ્ટેટસ, ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અને ફેસબુક પર પોસ્ટ કરી રહ્યા છે.

અહીં સાંભળો ગીત

માત્ર ચાર જ દિવસમાં આ સિંગલને 1 લાખ 4 હજાર કરતા વ્યુઝ મળી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે જિગરદાન ગઢવીના ગુજરાતી સોંગ્સ ખૂબ જ લોકપ્રિય રહી ચૂક્યા છે. ખાસ કરીને ચાલ જીવી લઈએ ફિલ્મનું રોમેન્ટિક એન્થેમ ચાંદ ને કહો અને લવની ભવાઈનું ગીત વ્હાલમ આવોને લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. જે બાદ જિગરદાન ગઢવીની લોકપ્રિયતા સતત વધી રહી છે. હવે જિગરા પોતાના ઓરિજિનલ કમ્ફોઝિશન્સ પણ રિલીઝ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ જિગરદાન ગઢવીઃઆ ગુજરાતી રૉક સ્ટારની ડ્રેસિંગ સેન્સ છે ગજબની

Jigardan Gadhavi bollywood gujarati film