લૉકડાઉન બાદ ગુજરાતમાં શૂટિંગ શરુ કરનાર પ્રથમ ક્રુમાં જય વ્યાસનો સમાવેશ

26 August, 2020 10:58 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

લૉકડાઉન બાદ ગુજરાતમાં શૂટિંગ શરુ કરનાર પ્રથમ ક્રુમાં જય વ્યાસનો સમાવેશ

વેબ સિરિઝ "હું તને મળીશ"ની કાસ્ટ એન્ડ ક્રુ

લૉકડાઉન બાદ હાલ ગુજરાતમાં ઘણા બધા શૂટિંગ શરુ થઈ ગયા છે. જેમાં પ્રથમ વેબ ફિલ્મનું શૂટિંગ જય વ્યાસ પ્રોડક્શન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જય વ્યાસ પ્રોડક્શન બેનરની આ પ્રથમ વેબ ફિલ્મ છે. જેમા ઇન એસોશિએટ તરીકે ડ્રીમ સંવાદ મીડિયા છે. જય વ્યાસ પ્રોડક્શને અગાઉ પણ ઇન ઍસોશિયટ તરીકે "બસ ચા સુધી સિઝન 3" બનાવી છે અને હવે આવનારા સમયમાં સિઝન 4 પણ આવવાની છે.

જય વ્યાસ પ્રોડક્શનના મેનેજિંગ ડિરેક્ટર જય વ્યાસ વાતચીત કરતાં જણાવે છે "લૉકડાઉન બાદ શુટિંગ શરુ કરવું ખુબ જ જોખમી હતું. પણ ઘણી એડ ફિલ્મ, ગીતો વગેરે શૂટ થઈ રહ્યા હતા. અનુકૂળ પરિસ્થિતિઓને લીધે સદ્નસીબે અમને જૂનાગઢમાં શુટ શરૂ કરવા માટે પરમીશન મળી અને સરકાર દ્વાર આપેલ S.O.P મુજબ અમે આશરે ૪૦ જેટલા ઇન-હાઉસ ક્રુ મેમ્બર્સ સાથે શુટ કરી શક્યા. જેને આજે એક મહિનો પૂર્ણ થશે અને હવે મને તે જણાવતાં આનંદ થાય છે કે આ વેબ ફિલ્મ ટૂંક સમયમાં એક સારા ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહી છે.

જય વ્યાસે વધુમાં કહ્યું છે કે, "આ વેબ ફિલ્મમાં તમને એક એવી પ્રેમ કથા જોવા મળશે જેમા ક્યાંય પ્રેમ જ નથી. આ વેબ ફિલ્મમાં તમને ઓજસ રાવલ, જીનલ બેલાણી, ગૌરવ પાસવાલા તથા સોનાલી દેસાઈ જોવા મળશે. આ વેબ ફિલ્મને હેનિલ ગાંધી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ જાણીતાં લેખક સંદીપ દવે દ્વારા લખવામાં આવી છે. સાથે જ સંદીપ દવે આ વેબ ફિલ્મમાં મ્યુઝિક ડિરેક્ટર રાહુલ રમેશ સાથે તેમનુ બેનર ડ્રીમ સંવાદ મીડિયા પણ ઇન્ટ્રોડ્યુસ કરે છે."

કોરોના વાયરસ (Covid-19)એ મનોરંજન ઉદ્યોગ પર મોટો પ્રભાવ પાડ્યો છે. દુનિયાભરમાં ફિલ્મ ફેસ્ટિવલ અટવાઈ ગયા છે. મ્યુઝિક કોન્સર્ટ મોકૂફ રાખવામાં આવ્યા છે. સિનેમા હોલ બંધ છે અને મૂવી રિલીઝ અનિશ્ચિત સમય માટે મોકૂફ કરવામાં આવી રહી છે. સોશ્યલ ડિસ્ટન્સિંગને પગલે શૂટિંગના સમયપત્રકમાં વિક્ષેપ પડ્યો છે અને ક્રુનું એકઠા થવાનું જોખમી બને છે. મારા પ્રોજેક્ટ 'હુ તને મળીશ' વિશે વાત કરીએ તો અમે 26 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી શૂટિંગ કર્યું છે. આ પરિસ્થિતિમાં શૂટિંગ દરમિયાન અમારે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સદનસીબે, અમે સત્તાધીશ પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવવી અને સરકાર દ્વારા જારી કરાયેલ એસ.ઓ.પી. સાથે શૂટિંગ શરૂ કર્યું, તેમ જય વ્યાસે કહ્યું હતું.

જય વ્યાસે કહ્યું છે કે, એક ફિલ્મ નિર્માતા તરીકે હું આશા રાખું છું કે Covid-19 જલદીથી સમાપ્ત થઈ જાય અને દરેક વ્યક્તિ પહેલાની જેમ કામ કરવાનું શરૂ કરી શકે.

entertainment news dhollywood news gujarati film junagadh gujarat lockdown