હવે આઈ ગ્યા છે રેડિયો સિટીના RJ રોશન અને DJ આદી નવા રૅપ સોંગ સાથે

03 April, 2019 09:12 PM IST  |  અમદાવાદ

હવે આઈ ગ્યા છે રેડિયો સિટીના RJ રોશન અને DJ આદી નવા રૅપ સોંગ સાથે

RJ રોશન અને DJ આદિ કહે છે..હવે આપણે આઈ ગ્યા

'હવે આપણે આઈ ગ્યા...', ગલી બૉયના ગીત અપના ટાઈમ આયેગાની તર્જ પણ બનેલું આ ગીત ધૂમ મચાવી રહ્યું છે અને સાથે જ જીતી ચુક્યું છે ઈનામ. અમદાવાદ રેડિયો સિટીના RJ રોશન અને બરોડાના DJ આદીએ મળીને આ ગીત બનાવ્યું અને ટેલેન્ટ દેખો એપના માધ્યમથી ઝી મ્યૂઝિક કંપનીની કોન્ટેસ્ટમાં તેમણે ભાગ લીધો. એટલું જ નહીં આ કોન્ટેસ્ટ જીતી અને સાથે 50 હજાર રૂપિયા પણ મળ્યા નવો વીડિયો બનાવવા માટે. આ વીડિયો બનીને તૈયાર થયો છે અને ઝી મ્યૂઝિક કંપનીએ તેને તેમની ઑફિશિયલ ગુજરાતી ચેનલ પર રીલિઝ પણ કર્યું છે.

હવે આપણે આઈ ગ્યા ગીતમાં ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી છે. જેમાં અંબાણી, અદાણી, ગાંધીજી અને PM મોદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ ગુજરાતની ઓળખ એવા ઢોકળા, ફાફડા, ગાંઠિયાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તમે પણ સાંભળો અને કહો હવે આપણે આઈ ગ્યા....

ahmedabad radio city gujarat