ગુજરાતી ફિલ્મોના સંગીતકાર મહેશ કનોડિયાએ દુનિયાને કહ્યું અલવિદા

25 October, 2020 12:38 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી ફિલ્મોના સંગીતકાર મહેશ કનોડિયાએ દુનિયાને કહ્યું અલવિદા

મહેશ કનોડિયા

વર્ષ 2020 ખરેખર બહુ ખરાબ સાબિત થઈ રહ્યું છે. તેમાંય એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે ખાસ. એક નવી સવાર ખરાબ સમાચાર લઈને આવે છે. 25 ઓક્ટોબર 2020ની સવરા ગુજરાતી સંગીથ ક્ષેત્રમાંથી એક ખરાબ સમાચાર લઈને આવી છે. ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમાર કનોડિયા (Mahesh Kumar Kanodia)નું આજે લાંબી માંદગી બાદ ગાંધીનગરમાં દુ:ખદ અવસાન થયું છે.

મહેશ કનોડિયા ગુજરાતી સંગીત ક્ષેત્રે અને રાજકારણમાં પણ જાણીતું નામ છે. તેઓ 83 વર્ષના હતા. મહેશ કનોડિયા ગુજરાતના મશહૂર સંગીતકાર (બન્ધુ બેલડી "મહેશ-નરેશ") પૈકીના એક છે, અને નરેશ કનોડિયાના મોટાભાઈ છે. તેઓ પોતાની "મહેશકુમાર એન્ડ પાર્ટી" દ્વારા પણ જાણીતા છે. મહેશ કનોડિયા સ્ત્રી તથા પુરુષના અવાજમા ગીતો ગાવા માટે પ્રખ્યાત છે, એમ તેઓ જુદાજુદા ગાયકોના (દા.ત. લતાજી, રફીસાહેબ, વગેરેના) 32 અવાજમા ગીતો ગાવા માટે પણ મશહૂર છે. ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેમણે ગરબા, લોકસંગીત, અને અન્ય ગેરફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. એ સિવાય તેમણે છોટા આદમી, મેરી દોસ્તી તેરા પ્યાર, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, મેરા ફેંસલા, પ્યાર મહોબત, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. તેમણે "અપૂર્વ કન્નસુમ" નામની એક કન્નડ ફિલ્મમાં પણ સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવી છે.

લાંબી માંદગી બાદ સંગિતકાર મહેશ કનોડિયાનું અવસાન થતા તેમના ફૅન્સ દુ:ખી થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, મહેશ કનોડિયાના નાના ભાઈ નરેશ કનોડિયા કોરોના સંક્રમિત છે અને તેઓ અમદાવાદની યુ.એન.મહેતા હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. અત્યારે તેમની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે બે દિવસ પહેલાં તેમના મૃત્યુની અફવાઓ ઉડી હતી.

entertainment news dhollywood news gujarat gujarati film gandhinagar