સિંગર ગીતા રબારીને મળ્યું 'વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા' બુકમાં સ્થાન

26 December, 2018 05:49 PM IST  | 

સિંગર ગીતા રબારીને મળ્યું 'વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા' બુકમાં સ્થાન

કચ્છની કોયલનું થયું સન્માન

ગુજરાતના જાણીતા સિંગર ગીતા રબારીને વધુ એક સન્માન મળ્યું છે. ગીતા રબારીના લોકપ્રિય ગીત 'રોણા શેરમા' માટે તેમને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા બુકમાં સ્થાન મળ્યું છે. લગભગ 20 મહિના પહેલા રિલીઝ થયેલા આ ગીતને યુટ્યુબ પર 20 કરોડ કરતા વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જેને પગલે કચ્છની કોયલ ગણાતા ગીતા રબારીને વર્લ્ડ ઈન્ડિયા રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું છે. નીચે ક્લિક કરીને સાંભળો ગીત.

 

 

 

વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા બુકમાં મેક્સિમમ વ્યૂઝ ઓન ગુજરાતી ફોક સોંગ કેટેગરીમાં ગીતા રબારીને સ્થાન મળ્યું છે.  આ ઉપલબ્ધિ માટે વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા બુકના પ્રતિનિધિ  મિલન સોની દ્વારા ગીતા રબારીને સર્ટિફિકેટ અને મેડલથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે 'રોણા શેરમા' એ ગીતા રબારીનું સૌથી વધુ લોકપ્રિય ગીત છે. ગુજરાતના ગામડાઓથી લઈ શહેરો સુધી આ ગીત ગૂંજે છે. અને 'રોણા શેરમા'એ જ ગીતા રબારીને દેશ વિદેશમાં ખ્યાતિ અપાવી છે.

gujarat