Video: મહિલા દિવસ પર અરવિંદ વેગડાના ગીતે લોકોને કર્યા ભાવુક

09 March, 2019 09:25 AM IST  |  અમદાવાદ

Video: મહિલા દિવસ પર અરવિંદ વેગડાના ગીતે લોકોને કર્યા ભાવુક

અરવિંદ વેગડાનું ગીત લોકોને આવ્યું પસંદ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે મહિલાઓની શક્તિને ઉજવવાનો દિવસ. તે દીકરી હોય, માતા, પત્ની કે પછી મિત્ર. આવું જ એક ગીત દીકરીઓને ડેડિકેટ કર્યું છે આપણા પોતાના ગુજરાતી સિંગર અરવિંદ વેગડાએ.

અરવિંદ વેગડાએ આ ગીતના માધ્યમથી તમામ મહિલાઓને અંજલિ આપી છે. જેમણે આ દુનિયા બનાવી તેમને સલામ કરી છે. તેમના આ ગીતને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. જેમાં પિતા-પુત્રીના બંધનને ખૂબ જ સારી રીતે વર્ણવવામાં આવ્યું છે. દીકરીનું પિતાના જીવનમાં શું મહત્વ છે તે દર્શાવવામાં આવ્યું છે. તમે પણ સાંભળો આ ગીત અહીં.

અરવિંદ વેગડા તેમની સ્ટાઈલ અને આગવા અંદાજના કારણે જાણીતા છે. તેમના ગીત ભાઈ-ભાઈએ ધૂમ મચાવી હતી અને હવે વધુ એક ગીત લોકોના હૈયે વસી રહ્યું છે.

gujarat