ફેમિલી કોમેડી ડ્રામા ‘કેમ છો?’ ફિલ્મનું પોસ્ટર અ ટીઝર રિલીઝ

19 December, 2019 02:21 PM IST  |  Ahmedabad | Adhirajsinh Jadeja

ફેમિલી કોમેડી ડ્રામા ‘કેમ છો?’ ફિલ્મનું પોસ્ટર અ ટીઝર રિલીઝ

ગુજરાતી ફિલ્મ 'કેમ છો?' નું પોસ્ટર

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હાલ એક પછી એક સુંદર ફિલ્મો આપી રહી છે. ત્યારે નવા વર્ષમાં ગુજરાતી ફિલ્મની દુનિયામાં પહેલી ફિલ્મ કહીએ તો ‘કેમ છો?’ રીલિઝ થઇ રહી છે. આ ફિલ્મ કોમેડીથી ભરપુર છે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મ પરણિત પુરૂષ પર આધારીત છે. એટલે કે તમામ પરણિત પુરૂષની આત્મકથા સમાન છે જે ફિલ્મની ટેગ લાઇન છે. એટલે કહી શકાય કે આ એક સંપુર્ણ ફેમિલી ડ્રામા આધારીક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં છેલ્લો દિવસ ફેમ કિંજલ રાજપ્રિયા અને તુષાર સાધુ મુખ્ય ભુમિકામાં છે. જે 17 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થઇ રહી છે.

જાણો ફિલ્મના દિગ્દર્શક અને સહ કલાકારો કોણ છે
કેમ છો? ફિલ્મનું પોસ્ટર અને ટીઝર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મના દિગ્દર્શક અને પટકથા વિપુલ શર્માએ લખી છે. જ્યારે ફિલ્મનું નિર્માણ શૈલેષ ધામેલિયાએ કર્યું છે. ફિલ્મમાં મુખ્ય કલાકારોની સાથે જૈમિની ત્રિવેદી, કલ્પેશ પટેલ, જય પંડ્યા, હરીશ ડાગીયા સહિતના કલાકારો છે. તો ફિલ્મમાં રાહુલ પ્રજાપતિએ સંગીત આપ્યું છે.

જાણો, ફિલ્મમાં કોણ સંગીત આપ્યું છે
કેમ છો? ફિલ્મમાં મિલિન્દ ગઢવી અને રાહુલ પ્રજાપતિએ ગીતના શબ્દો લખ્યા છે તો રાહુલ પ્રજાપતિએ ફિલ્મમાં સંગીત આપ્યું છે. જ્યારે સંગીતકારોની વાત કરીએ તો જાણીતા યુવા સંગીતકાર જીગરદાન ગઢવી તથા લાવણ્ય ચક્રવર્તી, વ્રતિની ઘાડગેએ પોતાના મધુર અવાજ આપ્યા છે.

‘કેમ છો’ ના ટ્રેલર પર એક નજર...





આ પણ જુઓ : જુઓ કેટરીના કૈફ સાથે કામ કરી ચુકેલી કિંજલ રાજપ્રિયાના મનમોહક અંદાજ

જાણો, શું કહ્યું ફિલ્મના મેકર્સે...

કેમ છો? ફિલ્મનું પોસ્ટર અને ટીઝર રિલીઝ થઇ ચુક્યું છે અને 17 જાન્યુઆરી 2020ના રોજ આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે. ત્યારે ફિલ્મના મેકર્સે જણાવ્યું હતું કે આ સંપુર્ણ પારીવારીક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા ઘરના દરેક સભ્યોને જોડશે. જેમાં ખાસ મહત્વનું છે કે પરણિત પુરૂષની શું હાલત છે તે બતાવવામાં આવી છે. એટલે જ ફિલ્મની ટેગ લાઇન ‘દરેક પરણિતી પુરૂષની આત્મકથા.’

dhollywood news gujarati film Kinjal Rajpriya Jigardan Gadhavi