ગુજરાતી ફિલ્મ હેલ્લારોની ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પસંદગી

07 October, 2019 08:59 AM IST  |  મુંબઈ

ગુજરાતી ફિલ્મ હેલ્લારોની ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પસંદગી

ફિલ્મ હેલ્લારોનું એક દ્રશ્ય

ભારતની શ્રેષ્ઠ ફિલ્મનો નૅશનલ અવૉર્ડ મેળવનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ હવે ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પ્રદર્શિત થશે. ભારત સરકાર દ્વારા દર વર્ષે યોજાતા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI)નું આ 50મું વર્ષ છે. એના ‘ઇન્ડિયન પૅનોરમા’ સેક્શનમાં ઓપનિંગ ફિલ્મ તરીકે ‘હેલ્લારો’ની પસંદગી કરવામાં આવી છે.

આ પણ જુઓઃ જુઓ કેટરિના કૈફ જેવી દેખાય છે આ બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ

‘ઇન્ડિયન પૅનોરમા’ સેક્શન હેઠળ વર્ષ દરમ્યાન બનેલી શ્રેષ્ઠ ભારતીય ફીચર અને નૉન-ફીચર ફિલ્મ રજૂ કરવામાં આવે છે. ફિલ્મના ડિરેક્ટર અભિષેક શાહે કહ્યું કે ‘ઓપનિંગ ફિલ્મ હોવાથી તમામ ઉપસ્થિત મહાનુભાવો તથા મિનિસ્ટરો એ ફિલ્મ જોશે. જુદા-જુદા ફિલ્મ-સર્જકો ત્યાં હાજર હશે. એક ગુજરાતી ફિલ્મ માટે આ એક અત્યંત મહત્ત્વની અને મોટી વાત છે. આ પહેલી ગુજરાતી ફિલ્મ છે જે ભારતના સૌથી મોટા ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે.’20થી 28 નવેમ્બર દરમ્યાન ગોવાના પણજીમાં ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે.

gujarati film dhollywood news