આજે ઓપન થાય છે વેવાઇ v/s વેવાઇ

21 September, 2019 10:06 AM IST  |  મુંબઈ

આજે ઓપન થાય છે વેવાઇ v/s વેવાઇ

વેવાઇ v/s વેવાઇ

શ્રીવિઘ્નેશ્વર અને કિરણ ભટ્ટ પ્રસ્તુત, ચિરાગ મહેતા ‌લિખિત અને કિરણ ભટ્ટ દિગ્દર્શ‌િત ‘વેવાઈ v/s વેવાઈ’ના મુખ્ય કલાકારોમાં અરવિંદ વેકરિયા, હેમંત ઝા, અમિતા રાજડા, વિધિ ફુરિયા, ઉન્ન‌િત‌ ગાલા, કેતન રાઠોડ, પાર્થ પટેલ અને હિમાંશુ શાહ છે. સોશ્યલ-કૉમેડી જોનરના ‘વેવાઈ v/s વેવાઈ’ માટે ડિરેક્ટર કિરણ ભટ્ટ કહે છે, ‘ઘર-ઘરનો આ પ્રશ્ન છે, પણ એ પ્રશ્નને તમે કેવી હળવાશથી લઈ શકો એ ‘વેવાઈ v/s વેવાઈ’માં દેખાડવામાં આવ્યું છે.’

લક્ષ્મીદાસ ધનાઢ્ય છે અને એ હજી પણ પૈસા કમાવામાં લાગેલો છે. પૈસા કમાવાની લાયને કારણે આજે એવી અવસ્થા છે કે તેની ફૅમિલી પાસે બેસવાનો અને ફૅમિલી પ્રત્યેની લાગણી વ્યક્ત કરવાનો પણ તેની પાસે સમય નથી. બાળકોને સારી અને સાચી સલાહ આપવા માટે પણ તેની પાસે નવરાશ નથી એવા સમયમાં પણ લક્ષ્મીદાસ દીકરી અંજલિની સારવાર પ્રત્યે જરા પણ કચાશ છોડતો નથી. દરેક પરિવારમાં બને એમ જ, લક્ષ્મીદાસ પ્રત્યે તેના દીકરા આલોક અને વાઇફ મંગળા સાથે નાનીમોટી ચકમક પણ ઝર્યા કરે છે. આ જ સમયગાળામાં લક્ષ્મીદાસના દીકરા આલોકનાં મૅરેજનો મુદ્દો પણ ઊભો થાય છે અને અહીંથી શરૂ થાય છે નાટકની શરૂઆત. નાટકના મુખ્ય ઍક્ટર હેમંત ઝા કહે છે, ‘સાચી વાત કહેવા માટે પણ નવરાશ હોવી જોઈએ. એ જ્યારે તમે ગુમાવી દો છો ત્યારે પરિવાર તમારાથી દૂર થઈ જાય છે. પરિવારને પ્રેમ જ નહીં, ઠપકો મળે એ માટે પણ વડીલની જરૂર હોય છે.’

‘વેવાઈ v/s વેવાઈ’નો શુભારંભ શનિવારે રાતે આઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

gujarati film