આજે ઓપન થાય છે મેરા પિયા ઘર આયા

15 September, 2019 10:40 AM IST  |  મુંબઈ

આજે ઓપન થાય છે મેરા પિયા ઘર આયા

મેરા પિયા ઘર આયા

કિરણ ભટ્ટ પ્રસ્તુત, રંગસેતુ એન્ટરટેઇનમેન્ટના નવા નાટક ‘મેરા પિયા ઘર આયા’ના મૂળ લેખક પ્રસાદ દાની છે જ્યારે નાટકનું રૂપાંતર પ્રીતેશ સોઢાએ કર્યું છે અને નાટકનું દિગ્દર્શન પ્રસાદ ખાંડેકરનું છે.

નાટકની વાર્તા ત્રણ મિત્રોની છે; પપ્પુ, નરેશ અને રિક્કી. ત્રણેય એક અવાવરું વિલામાં રહે છે જેનું ભાડુ સાવ નહીંવત્ છે. નરેશ એકની જ કમાણી પર ઘર ચાલે છે એટલે પપ્પુ અને રિક્કી બન્ને બિલકુલ નરેશ પર આધારિત છે. વિલામાં નરેશને કેટલાક ચિત્રવિચિત્ર અનુભવ થાય છે, જે રહસ્યમય પણ છે. આ રહસ્યમય ઘટનાઓ વચ્ચે અચાનક જ નરેશની લાઇફમાં સાવિત્રી અને જેનિફર નામનાં પાત્રો દાખલ થાય છે. આ બન્નેનું કહેવું છે કે નરેશ તેનો પતિ છે અને નરેશનું સાચું નામ ઠાકરસી તન્ના છે. એ જ ઠાકરસી તન્ના જે આ વિલાના માલિક છે. નરેશ બરાબરનો મૂંઝાયેલો છે અને આ મૂંઝવણમાં ઉમેરો કરે છે નરેશની અત્યારની ગર્લફ્રેન્ડ ટીના. ટીના કોઈ હિસાબે નરેશને આવી વાતો માનવા દેવા રાજી નથી અને નરેશનો પૂર્વજન્મ જાણતી હોવાનો દાવો કરતી પેલી બન્ને પણ નરેશને છોડવા રાજી નથી.

નાટકમાં પહેલી વખત ગુજરાતી સ્ટૅન્ડઅપ કૉમેડિયન ઓજસ રાવલ પણ છે, જે નાટકમાં ડબલ રોલ કરે છે તો ઓજસ ઉપરાંત નાટકમાં જયેશ ચૌબે, તેજસ પારેખ, ભૂમિકા બારોટ પણ છે.

આ પણ વાંચો : આજે ઓપન થાય છે ગુજરાતી નાટક બ્લફમાસ્ટર ગુજ્જુભાઈ

‘મેરા પિયા ઘર આયા’નો શુભારંભ આજે રાતે પોણાઆઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

gujarati film