ગુજરાતી સેલિબ્રિટિઝે કોરોનાથી બચવા જનતા કર્ફ્યૂનું કર્યું સમર્થન

21 March, 2020 05:04 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી સેલિબ્રિટિઝે કોરોનાથી બચવા જનતા કર્ફ્યૂનું કર્યું સમર્થન

દેશ અને વિશ્વમાં કોરોના પોતાનો પ્રકોપ વરસાવી રહ્યો છે ત્યારે ભારતમાં બોલીવુડ જગત ઘરે રહીને કોરોના વિશે શક્ય તેટલી માહિતી શૅર કરી રહ્યું છે પોતાના વીડિયો શૅર કરી રહ્યા છે ત્યારે ગુજરાતી અભિનેતાઓ પણ પોતાનાથી શક્ય તેવા પ્રયત્નો કરી દેશને કોરોનાવાયરસ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે. એટલું જ નહીં 19 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા જનતા કર્ફ્યૂના આહ્વાનને સપોર્ટ કરે છે તથા કરવાને સમર્થન આપતા વીડિયો શૅર કર્યા છે. તેમાં મલ્હાર ઠાકર, કિંજલ દવે, આરોહી પટેલ, ભૂમિ ત્રિવેદી, નીરવ બારોટ, ગીતાબેન રબારી, પાર્થ ઓઝા, મયૂર ચૌહાણ જેવા જાણીતા કલાકારોનો સમાવેશ થાય છે.

આ પણ જુઓ : ગુજરાતી સેલેબ્ઝ કહે છે, કોરોના સે ડરોના

ગુજરાતમાં કોરોના વાઇરસનાં 13 કેસિઝ પૉઝિટવ આવ્યા છે અને રાજ્ય વધુ સાબદું થયું છે. આવતી કાલે 22મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અનુસાર દેશમાં જનતા કર્ફ્યુ પળાવાનો છે. કોરોનાનો કહેર આપણને ચિંતા ન કરાવે તે માટે ગુજરાતી સેલિબ્રિટીઝે પોત પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી વિશેષ સંદેશો આપતા મેસિજિઝ અને પોસ્ટ્સ શેર કર્યા હતા.

અહીં જુઓ તેમની પોસ્ટ

મલ્હાર ઠાકર કહે છે કે તમારે સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે, તેણે હાથ ધોવાથી લઈને અન્ય વાતો કરી સાથે તેણે જનતા કર્ફ્યૂ વિશે કહ્યું કે આ અનિવાર્ય છે પોતાની માટે અને દેશ માટે. માહિતી મેળવીને જ સ્પર્શ કરવું અને જાત સાથે સમય કાઢો. સેફ રહો સતર્ક રહો..

કિંજલ દવે આ વીડિયો શૅર કરતાં કહે છે કે, 'ગંભીર બીમારીથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.' આની સાથે તેણે કેટલાક સાવચેતીના પગલાં લેવાનું પણ સૂચવ્યું છે. 

આરોહી પટેલ પોતાનો વીડિયો શૅર કરતી વખતે આ કૅપ્શન આપ્યું છે "...અને મેહરબાની કરીને અફવાઓ ન ફેલાવતા. Kindly stay updated with the verified news and NOT WHATSAPP FORWARDS. Stay safe, stay health"

Malhar Thakar kinjal dave aarohi patel dhollywood news gujarati film coronavirus covid19 national news narendra modi