અભિનેત્રી દીક્ષા જોષીને છે ડૂડલિંગનો શોખ

28 August, 2020 06:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેત્રી દીક્ષા જોષીને છે ડૂડલિંગનો શોખ

દીક્ષા જોષી અને તેને કરેલું ડૂડલ

કોરોના વાયરસ (COVID-19) મહામારીને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કામકાજ પર રોક લાગી ગઈ હોવાથી બધા જ એકટર્સ ઘરમાં લૉક થઈ ગયા હતા. પરંતુ લૉકડાઉનને લીધે સૌથી મોટો એક ફાયદો પણ થયો છે કે, સેલેબ્ઝને પોતાના માટે સમય મળી ગયો છે. ગુજરાતી ફિલ્મ ‘શુભ આરંભ’થી પોતાની ઍક્ટિંગ કરીઅર શરૂ કરનારી અભિનેત્રી દીક્ષા જોષી (Deeksha Joshi)એ પણ લૉકડાઉનનો સકારાત્મક ઉપયોગ કર્યો છે અને પોતાનો ડૂડલિંગનો શોખ વિકસાવ્યો છે.

સોશ્યલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી અભિનેત્રી દીક્ષા જોષીએ લૉકડાઉનમાં તેની જુદી જુદી ટૅલેન્ટને વિકાસાવી છે. તેણે આ દરમિયાન ડૂડલિંગ પર ખાસ ધ્યાન આપ્યું છે. સાથે જ પોતાના મંતવ્યો પણ આપ્યા છે. આ વિશે જણાવતા દીક્ષા જોષીએ કહ્યું હતું કે, એક માણસ તરીકે આપણે બધાએ ઓછામાં ઓછી એક પ્રકારની કળા શીખવી જોઈએ અને તેમા માસ્ટર થવું જોઈએ. તે તમારું જીવન સુંદર બનાવે છે. કળા તમને જીવન પ્રત્યેના જુદા જુદા દ્રષ્ટિકોણ શોધવામાં મદદ કરે છે. સાતે જ સમાજ સાથે જોડાયેલા પણ રાખે છે. હું છેલ્લા ઘણા સમયથી ડૂડલિંગ કરું છું અને મને બહુ જ આનંદ આવે છે. ડૂડલિંગ એ એક સંતોષકારક સ્ટ્રેસ બસ્ટર છે અને સૌથી અગત્યનું તેની પ્રક્રિયા આનંદ આપે છે.

ડૂડલિંગ સિવાય દીક્ષા જોષીએ લૉકડાઉન દરમ્યાન કવિતા લખવા પર અને ફોટોગ્રાફીના શોખ પર પણ ધ્યાન આપ્યું છે.

દીક્ષા જોષીએ ‘શુભ આરંભ’થી કારકિર્દીની શરૂઆત કર્યા બાદ ‘કરસનદાસ પે ઍન્ડ યુઝ’, ‘ધુણકી’, ‘લવની લવસ્ટોરી’ અને ‘શરતો લાગુ’ જેવી અનેક ફિલ્મો કરી છે. તો આગામી દિવસોમાં એ રણવીર સિંહ (Ranveer Singh) સાથે ‘જયેશભાઈ જોરદાર’માં જોવા મળવાની છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ ઉપરાંત દીક્ષા એક વેબ-સિરીઝ પણ કરે છે.

entertainment news dhollywood news gujarati film Deeksha Joshi