ભૂમિક શાહની કોરોના વાયરસ સામે લડવાની અપીલને સરકારે વધાવી

23 May, 2020 07:10 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ભૂમિક શાહની કોરોના વાયરસ સામે લડવાની અપીલને સરકારે વધાવી

ભૂમિક શાહ (તસવીર સૌજન્ય ભૂમિક શાહ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ વીડિયો)

કોરોનાવાયરસ વિશે જાગૃકતા ફેલાવવા જાણીતા સિતારાઓ પોત-પોતાની રીતે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને વીડિયોઝ અને પોસ્ટ શૅર કરે છે. જાણીતા ગુજરાતી ગાયક ભૂમિક શાહે પણ તાજેતરમાં જ આ અંગે એક વીડિયો શૅર કર્યો છે. જેને MyGovIndia દ્વારા વધાવવામાં આવ્યો છે.

MyGovIndia ભૂમિકની સોશિયલ મીડિયા અકાઉન્ટ પરની પોસ્ટને પોતાના ઑફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શૅર કરી છે. ભૂમિક શાહ પહેલા એવા ગુજરાતના ગાયક છે જેમની અપીલને ગવર્ન્મેન્ટ ઑફ ઇન્ડિયા દ્વારા પ્રમોટ કરવામાં આવી છે.

શું છે ભૂમિક શાહના વીડિયોમાં
ભૂમિક શાહે વીડિયોમાં જણાવ્યું છે કે લોકોએ કામ વગર બહાર ન જવું. જો જવું જરૂરી હોય તો હાથમાં મોજા, મોં પર માસ્ક, સેનિટાઇઝરનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. સામાજિક અંતર ખૂબ જ મહત્વનું છે. તેની સાથે જ તેમણે જણાવ્યું છે કે ઘરે પાછાં આવતાંની સાથે તરત જ નાહી લેવું. ભૂમિક શાહે વીડિયોમાં સાવચેતીના પગલાં વિશે વાત કરી છે અને આ વીડિયો MyGovIndiaના ઑફિશિયલ ટ્વીટર પરથી પણ શૅર કરવામાં આવ્યો છે.

આરોગ્ય સેતુ એપ વિશે આપી માહિતી
ભૂમિક શાહે વીડિયોમાં આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કેવી રીતે કરવો તેમજ તેનો ઉપયોગ શામાટે કરવો મહત્વનો છે તે પણ આ વીડિયોમાં જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભૂમિક શાહનું પહેલું હિન્દી ગીત મેરી આરઝૂ રિલીઝ થયું જે ખૂબ જ લોકપ્રિય પણ રહ્યું છે.

gujarat gujarati film